લોકપ્રિય ગુજરાતી લોક ગાયક મણિરાજ બારોટની લાડલી દીકરી રાજલ બારોટે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. લક્ઝુરિયસ કારની ડિલિવરી સમયે રાજલે કાર પર પિતાનો ફોટો લગાવ્યો હતો, પૂજા કર્યા બાદ કાર પાસે ઊભી રહીને તસવીરો ક્લિક કરી હતી. રાજલ બોરોટે લક્ઝુરિયસ મહિન્દ્રા કાર ખરીદી છે. આ કારનું નામ Mahindra XUV700 છે.
જેની કિંમત લાખો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે. કાર પર માતા-પિતાની તસવીરો લગાવીને કંકુ અને ફુલહારની પૂજા કર્યા બાદ કાર સોંપવામાં આવી. કાર સાથે ઉભેલી રાજલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકપ્રિય લોકગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી. તેમના કોઈ ભાઈ ન હોવાથી, રાજલ બારોટે પણ તેમના પિતાના પગલે ચાલીને લોક ગાયિકા બની અને તેમની બહેનોનો ઉછેર કર્યો.
રાજલની સફળતાની વાત કરીએ તો રાજલ બારોટે “આયો કોરોના આયો” અને “ઘાયલ બેવફા” જેવા સુપરહિટ ગીતો ગાયા છે, અને એક ગાયક તરીકે આગવી છબી ઉભી કરી છે. જ્યારે માતાનું અવસાન થયું ત્યારે રાજલની ઉંમર માત્ર ૧૨-૧૩ વર્ષની જ હતી, અને તેઓ શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ પોતાના પિતાની નજીક હોવાથી રાજલમાં મણિરાજની જલક જોવા મળે છે.વધુમાં જણાવીએ તો વર્ષ ૨૦૦૬માં રાજલ બારોટે ગાવાની શરૂઆત કરી હતી, ત્યારે તેમને ૨૦૦ રૂપિયા રકમ મળતી.
રાજલ નો સંગીત માટેનો પ્રેમ જાહેર કરતા રાજલ કહે છે કે, “જેમ માછલી માટે પાણીની જરરિયાત છે તેવીજ રીતે મારા માટે સંગીત છે, સંગીત વીના હું મારી જાતને અધૂરી સમજુ છું”.રાજલ બારોટ સંગીતને માતા સરસ્વતીની આરાધના ના રુપે જુએ છે. તેના પિતાના પગલે ચાલીને રાજલ હવે ડાયરા ક્વીન તરીકે જાણીતી છે. 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70થી વધુ આલ્બમ્સમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે.