લીલા ધાણા, લસણ અને ડુંગળીને આ રીતે રાખો લાંબા સમય સુધી તાજા  

મિત્રો, પુષ્કળ માત્રામા સબ્જી બજારમા મળી રહેતી હોય છે, તેમા પણ લીલા ધાણા, લીલી ડુંગળી અને લીલુ લસૂન ઘરની ગૃહિણીઓ ફ્રીજમા લાંબા સમય સુધી સંગ્રહ કરીને રાખતી હોય છે. જો કે, અમુક ગૃહિણીઓને એવી સમસ્યા રહેતી હોય છે કે, લસૂન, ડુંગળી અને ધાણા જરાપણ સારા રહેતા નથી અથવા તો ચીકણા થઈ જાય છે.

ફ્રીજમા રાખવા છંત્તા પણ ઘણીવાર  આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે. ત્યારે આજે આપણે લસૂન, ડુંગળી અને ધાણા લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની યોગ્ય રીત વિશે માહિતી મેળવીશુ. સૌથી પહેલા બજારમાંથી લીલા ધાણા લાવીને તેને સાફ કરી લો અને ત્યારબાદ ધાણાના પાંદડાને થોડી ઘણી ડાળખીઓ સાથે તોડી લો અને ત્યારબાદ આ ડાળખીઓવાળા પાનને એક સરખી રીતે ગોઠવી લો.

ત્યારબાદ હવે એક કોટનના મોટા કપડામા આ ધાણાને રાખી દો અને ત્યારબાદ આ કપડાને ચારેય તરફથી વીટી લો. એ રીતે વીંટો કે ધાણામા હવા ના જાય. આ રીતે ધાણા ફ્રીજમા રાખવાથી કમ સે કમ આઠ દિવસ સુધી લીલા અને તાજા રહે છે. સૌથી પહેલા લીલી ડુંગળીમાથી સફેદ ડુંગળીને સુધારીને સાઈડમા રાખી મુકો.

ત્યારબાદ હવે જે ડુંગળીના લીલા-લીલા ડાળખા હોય તેને ચપ્પુ વડે પાટલી પર રાખીને જીણા-જીણા સમારી લો. બીજી તરફ સફેદ ડુંગળીને પણ સાફ કરીને જીણી-જીણી સમારી લો. ત્યારબાદ હવે તેને એક એરટાઈટ ડબ્બામા લીલી ડુંગળી રાખો અને ત્યારબાદ બીજા એરટાઈટ ડબ્બામા સફેદ ડુંગળી માટે રાખી દો.

આ બન્ને ડુંગળી જુદી-જુદી રાખવાથી કમ સે કમ ૫-૮ દિવસ સુધી તે તાજી રહે છે અને જ્યારે તેનો ઉપયોગ કરો ત્યારે પાણી વડે તેને ઘોઈને ઉપયોગમા લેવી. આવી જ રીતે તમે લીલા લસણને પણ સંગ્રહ કરી શકો છો. ત્યારબાદ લસણનો સંગ્રહ કરવા માટે કોઈ કાણાવાળી થેલી, બાસ્કેટ અથવા તો જેમાં લસણને હવા-ઉજાસ મળી શકે એવી વસ્તુમા રાખવી જોઈએ, જેના કારણે તેને યોગ્ય હવા મળી શકે અને લાંબા સમય સુધી બગડે નહિ.

લસણને ક્યારેય પણ પ્લાસ્ટિકની બંધ થેલીમા ફિટ કરીને રાખવુ ના જોઈએ, તેના કારણે તે જલ્દી બગડવાની સંભાવના પણ રહે છે. ઘણા લોકો લસણને ફ્રીજની અંદર પણ રાખતા હોય છે. આ વસ્તુ ઘરે લાવી તેની કળીઓ એકસાથે જ છોલી અને ફ્રીજની અંદર રાખતા હોવ તો તે ખોટુ છે. તેનાથી લસણના બધા જ ગુણો નાશ પામે છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે.

તમે જો ફક્ત લસૂનને થોડા સમય માટે સંગ્રહ કરવા ઈચ્છતા હોવ તો આ લસૂનની કળીઓને તમે ફોઈલ પેપરમાં વીંટી અથવા તો ફ્રીઝર બેગની અંદર પેક કરીને ફ્રીજરમા રાખી શકો છો પરંતુ, તેનો જેમ બને તેમ જલ્દી ઉપયોગ કરવો જોઈએ. લસૂનને સાચવવા માટે યોગ્ય તાપમાનની આવશ્યકતા પડે છે. આ માટે લસૂનને ૬૦ ડિગ્રી ફેરેનહાઈટ તાપમાનવાળા રૂમમા જો સંગ્રહ કરશો તો વધુ યોગ્ય રહેશે.