ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ની વીમા કંપનીનો IPO 4 મે 2022 લોન્ચ થવાનો છે. ભારત સરકારએ LIC IPOની માટે પ્રાઇઝ બેંડ 902 તુંપીયથી 949 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યા છે. તેમાં પોલિસી ધારકોને 60 રૂપિયાની છૂટ અને LIC કર્મચારીઓ માટે 45 રૂપિયાની છૂટ મળશે તેની ઘોડહન કરવામાં આવી છે. પબ્લિક ઇશ્યૂ 9 મે 2022 સુધી જ બોલી લગાવવા માટે ખુલ્લો રહેશે.
LIC IPO દ્વારા સરકાર સાર્વજનિક ક્ષેત્રની કંપનીમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચશે. તેનાથી સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. સરકારે ફેબ્રુઆરીમાં LICમાં 5 ટકાની ભાગીદારી અથવા તો 31.6 કરોડના શેર વેચવાની યોજના બનાવી હતી. એ વિષે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે SEBIની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા હતા. સરકાર પ્રમાણે આ IPO અત્યાર સુધીના બધા IPO કરતાં સૌથી મોટો આઇપીઓ હશે અને તેનાથી લાંબી અવધિના રોકાણકારોને ફાયદો થશે.
LIC IPO GMP : બજારના જાણકારો પ્રમાણે LIC IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે 85 રૂપિયા છે, જે આવતીકાલના ગ્રે માર્કેટ પ્રીમિયમ 69 રૂપિયાથી 16 રૂપિયા વધારે છે.
LIC IPO date : સાર્વજનિક નિર્ગમ 4 મે 2022 એ ખુશએ અને તે 9 મે 2022 સુધી બોલી લગાવવા ખુલ્લુ રહેશે.
LIC IPO price : ભારત સરકારએ LIC IPOની કિમત બેંડ 902 રૂપિયાથી 949 રૂપિયા પ્રતિ ઇક્વિટી નક્કી કરી છે.
LIC IPO size : સરકાર આ ઇશ્યૂ થી 21,008.48 કરોડ રપિયા ભેગા કરવા માંગી રહી છે.
LIC IPO lot size : એક લૉટમાં 15 શેર હશે.
LIC IPO application limit : એક રોકાણકાર એ ઓછામાં ઓછો એક લૉટ અને વધુમાં વધુ 14 લૉટ માટે પરમીશન આપવામાં આવી છે.
LIC IPO investment limit : એક રોકાણકાર એ ઓછામાં ઓછો એક લૉટ અને વધુમાં વધુ 14 લૉટ માટે અરજી કરી શકે છે. LIC IPO માટે આવેદન કરવા માટે એક ઇન્વેસ્ટરને 14,235 રૂપિયા લગાવવા પાડશે અને વધુમાં વધુ 1,99,290 રૂપિયા લગાવી શકે છે.
LIC IPO allotment date : LICના શેરનું એલોટમેન્ટની તારીખ 12 મે 2022 છે.
LIC IPO listing : LICના શેર BSE અને NSE પર લિસ્ટિંગ હશે અને શેર લિસ્ટિંગ થવાની સંભવિત તારીખ 17 મે 2022 છે.
LIC IPO registrar : કેફીન ટેકનોલોજી લિમિટેડ LIC IPOનું ઑફિશિયલી રજિસ્ટ્રાર છે.