લીંબુ બાદ ટામેટાના ભાવમાં અચાનક જ વધારો જોવા મળ્યો, એક મહિના સુધી ટામેટાનો ભાવ આસમાને રહેશે…

દિવસેને દિવસે મોંઘવારી ખૂબ જ વધી રહી છે. હવે લીંબુ બાદ ટામેટાના ભાવમાં પણ ખૂબ જ અસર જોવા મળી રહી છે. જે મધ્યમ પરિવારના લોકોને ખૂબ જ આર્થિક રીતે સંકટનો સામનો કરવો પડી શકે તેમ છે.

 

આ વર્ષ દરમિયાન ટામેટાની ખેતી નિષ્ફળ જતા બજાર માં ટામેટા ની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે તેના ભાવમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે ફક્ત એટલું જ નહીં નફાખોરી લોકો ટામેટા સો રૂપિયા વેચવાનું શરૂ કરી દીધું છે, વ્યાપારી સાથે વાતચીત કરતાં માહિતી મળી કે હજુ એક મહિના સુધી ટામેટાનો ભાવ આસમાને રહેશે.

આ વર્ષ દરમિયાન દેશના અલગ-અલગ શહેરમાં વરસાદ વધુ પડતા ટામેટાની ખેતી માં ખૂબ જ નિષ્ફળ જોવા મળી છે અને ટામેટા ની ખેતી ખરાબ થઈ ગઈ છે. એટલા માટે સમગ્ર ભારત દેશમાં ટામેટાના ભાવ અચાનક જ વધવા લાગ્યા છે. તેમજ ટામેટાનો ભાવ પચાસ રૂપિયા પ્રતિ કિલો અને સારી કક્ષાના ટામેટાનો ભાવ સો રૂપિયા સુધી પહોંચી ગયો છે.

 

ગુજરાતમાં અલગ-અલગ રાજ્યોમાંથી ટામેટા મંગાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ ટામેટા બેંગલોરમાંથી લાવવામાં આવતા હતા પરંતુ મહારાષ્ટ્રમાં અછત સર્જાતા મહારાષ્ટ્ર ટામેટા બેંગ્લોર થી ખરીદવાનું શરૂ કરતાં અચાનક જ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટામેટાનો ભાવ અચાનક જ વાર્તા તેની ડિમાન્ડ ખૂબ જ ઓછી થયું હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમયથી ટામેટા ખૂબ જ ઓછા વેપાર થઇ રહ્યા છે. ટામેટાને વધુ સમય સંગ્રહખોરી કરી શકાતું નથી કારણ કે તે થોડા સમયમાં જ બગડી જતા હોય છે.

Leave a Comment