1 જુલાઇથી તમારા ઓફિસમાં કામ કરવાના કલાકોમાં વધારો થઈ શકે છે. કર્મચારીઓના કામ કરવાના કલાકો 8 કલાકથી વધીને 12 કલાક થઈ શકે છે. મોદી સરકારની આ યોજના જલ્દી જ લેબર કોડના નિયમને લાગુ કરશે. જો કે ચારે લેબર કોડ નિયમને લાગુ કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે કેમ કે બધા રાજ્યને નિયમ નથી બનાવ્યા. અધિકારીઓ પ્રમાણે ચાર લેબર કોડ નિયમને લાગુ કરવામાં જૂન મહિના સુધીનો સમય લાગી શકે છે.
ચાર લેબર કોડ નિયમ ને લાગુ કરવાથી દેશમાં નિવેશને પ્રેરણા મળશે અને રોજગારના ચાન્સ વધશે. લેબર નિયમ દેશના સંવિધાનનો મહત્વનો ભાગ છે, અત્યારસુધી 23 રાજ્યના લેબર કોડ નિયમને રૂલ્સ બનાવી દીધા છે. હવે લેબર કોડના નવા નિયમ પ્રમાણે ફક્ત સાત રાજ્યમાં જ આ નિયમ નથી બન્યા. હવે હમણાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લેબર કોડના નિયમ 1 જુલાઇથી લાગુ થઈ શકે છે.
ભારતમાં 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓ 4 કોડમાં વહેંચાયેલા છે. કોડના નિયમોમાં 4 લેબર કોડ્સનો સમાવેશ થાય છે જેમ કે વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાય સલામતી અને આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ વગેરે. અત્યાર સુધીમાં 23 રાજ્યોએ આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ચાર કોડ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે, પરંતુ કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ આ કોડ્સ, નિયમોને સૂચિત કરવા જરૂરી છે. ત્યારપછી જ આ નિયમો રાજ્યોમાં લાગુ થશે. આ નિયમો ગયા વર્ષે 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવવાના હતા, પરંતુ રાજ્યોની તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યા હતા.
નવા ડ્રાફ્ટ રૂલ્સ અનુસાર બેઝિક સેલેરીનો કુલ પગારના 50 ટકા વધારે હશે. આનાથી વધારે કર્મચારીઓના પગારનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. બેઝિક સેલેરી વધવાથી પીએફ અને ગ્રેચ્યુટીના પૈસા પહેલા કરતાં વધારે કપાશે. પીએફ બેઝિક સેલેરી પર આધારિત હશે. પીએફ વધારવા પર ટેક-હોમ અથવા હાથમાં આવનાર પગાર ઓછો થઈ જશે.
આ સાથે કંપનીની પાસે અધિકારી હશે કે તેઓ કામ કરવાના કલાકો વધારીને એક દિવસના 12 કલાક કરી શકે છે પણ પછી એક દિવસની રજા વધારે મળશે એટલે કર્મચારીઓને 3 દિવસ રજા મળશે.