કરુણદાયી કિસ્સો આવ્યો સામે, લગ્નના 10 દિવસ પહેલા જ વરરાજો અને તેમની બેનનું થયું અસ્કમતમાં મોત…

ભગવાન ક્યારેક એવી અણધારી મુસીબતો આપે છે, જેમાં કોઈપણ મેખ ન મારી શકે. એક એવો કરુણદાયી કિસ્સો સમાચાર માં આવ્યો છે જેના વિશે જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે.

વ્હાલસોયી દીકરીના લગ્ન હોય અને લગ્ન પહેલા દીકરી અને દીકરા મુત્યુ થઈ જાય તો એ ઘર પર કેવી આફત આવી હશે? હાલમાં એક ઘરમાં આવું દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે.

પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં રાધનપુર તરફથી આવી રહેલ અલ્ટો કારમાં પરિવારના છ જેટલા સભ્યો મુસાફરી કરી રહ્યા હતા.

અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર 1,નિકુલ કાન્તિભાઈ સોલંકી અને 2,હેતલ કાન્તિભાઈ સોલંકી એમ બે ભાઈ બહેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ ઘટના બનતા જ સ્થાનિકો પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા.આ અકસ્માત ને કારણે લગ્નનો અવસર માતમ માં ફેરવાઈ જતાં અને સોલંકી પરિવાર પર દુઃખનું આભફાટી પડ્યું.

10 ફેબ્રુઆરી ના રોજ તો સામે પક્ષેથી જાન આવવાની હતી પણ કન્યા વિદાય લે તે પહેલાં જ આ કાળમુખો દિવસ બંને ભાઈ-બહેનના ભોગ લેતો ગયો.

Leave a Comment