ગુજરાતના અમદાવાદ શહેરમાં એક વ્યક્તિને પેટમાં દુખાવાની ખૂબ જ ફરિયાદ રહેતી હતી.આ દર્દી સવારે સાડા ત્રણ કલાકે ઓપરેશન કરવા માટે એલ.જી.હોસ્પિટલમાં પહોંચ્યું હતો. આ યુવકના પેટમાં દુખાવો થયો હતો.
ડૉક્ટરે તેને ડાબી કિડનીમાંથી અંગૂઠા આકાર ની લગભગ અઢીસો જેટલી પથરી બહાર કાઢી હતી. આ ઓપરેશન ગુજરાતના નામચીન ડોક્ટર આસિત પટેલ હાથે થયું હતું.
ડોક્ટરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જ્યારે શરીરમાં ગેસ ,ઊલટી-ઊબકા, પેટમાં દુખાવો પેશાબમાં બળતરા અને લોહી નીકળવા જેવા અનેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે.
તેમજ ડોક્ટરનું કહેવું છે કે આ એક સાથે આટલી બધી પથરી શરીરમાં હોવી એ ખૂબ જ હેરાન કરી દે તેવી વાત છે. પરંતુ હવે દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.