વાહન ચલાવતી વખતે કુતરા ભસે અને પાછળ દોડે, તો આ પ્રમાણે કરો દુર્ઘટના થવાના ચાન્સ પણ ખૂબ ઓછા થઇ જશે…

આપણે ખૂબ જ વખત જોયું છે કે મોટરસાયકલ લઈને આપણે પસાર થતા હોય ત્યાં કૂતરા પાછળ ન દોડતા હોય છે અને બટકું ભરવા માટે આવતા હોય છે. સૌથી વધુ તો સમશાન જગ્યા અથવા ગલીઓ ઉપર પસાર થઈએ ત્યાં ખૂબ જ વધુ ત્રાસ જોવા મળતો હોય.

 

જો તમે આવી પરિસ્થિતિમાં મુકાઈ જાવ તો અમે તમારા માટે એક સારો રસ્તો લઈને આવ્યા છીએ સૌપ્રથમ તમારે ગભરાવવું જોઈએ નહીં અને ગાડી ની ઝડપ અચાનક વધારવી જોઈએ પણ નહીં. અમુક સમય મોટરસાયકલ લોકો ખૂબ જ વધુ ભગાવે છે. તે સમયે અકસ્માત થવાના ચાન્સીસ ખુબ વધી જાય છે.

 

જો તમે તમારી મોટરસાયકલ વધુ દોડાવો છો તો કૂતરા પણ તમારો પીછો વધુ પડશે અને તેમને બટકું ભરવા માટે તે પણ વધુ ઝડપે દોડશે.

 

આવી ખરાબ પરિસ્થિતિમાં તમારે સૌ પ્રથમ મોટર સાયકલ ને વધુ પડતી દોડાવવાની નથી જો તમે આવું કરો છો તો કૂતરા તમારા પાછળ ખૂબ જ ઝડપી આવશે તે માટે સૌપ્રથમ તમારે પોતાની મોટરસાયકલ ત્યાં જ રોકી દેવી જોઈએ એ સારું ઉપાય છે.

 

મોટરસાયકલ રોકી લીધા બાદ તે જગ્યાથી તમારે દૂર જતું રહેવું જોઈએ આ કરવાથી કુતરા તમારા ઉપર ભસવાનું બંધ કરી દેશે. અને દુર્ઘટના થવાના ચાન્સ પણ ખૂબ ઓછા થઇ જશે.

Leave a Comment