કોરોના ને હરાવી શકે છે માત્ર 60 રૂપિયાની આ અશ્વગંધા, જાણો કેવી રીતે…

અત્યારે કોરોના એ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિથેનોન નામનું રસાયણ કોરોનાના એમ-પ્રોટીનને નિષ્ક્રિય કરે છે તાજેતરમાં શહેરની કોર્પોરેટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને રૂ. 60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન અપાયું છે. રૂ. 60 હજારના કોકટેલ ઇન્જેક્શનની જેમ આયુર્વેદિક અશ્વગંધા પણ કોરોનાવાયરસના વૃદ્ધિદરને અટકાવતો હોવાનો દાવો કરાયો છે. જે ખૂબ જ સારી વાત છે.

દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્ય ડો. કમલેશ રાજગોર જણાવે છે કે આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન કોરોનાવાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે.

જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી. વાયરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે અને કોરોનાનાં માઇલ્ડ લક્ષણો ધરાવતા અને રેપિડ કે આરટી-પીસીઆરમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને અપાય છે.

એટલે કે વાયરસ નાક કે ગળામાં પ્રવેશીને સંક્રમણ થોડા અંશે શરીરના કોષોમાં પ્રવેશ્યો હોય ત્યારે જ વ્યક્તિ હળવાં લક્ષણ સાથે કોરોનાનો ચેપ લાગે છે, એટલે કે કોકટેલ ઇન્જેક્શન વાપરતાં પહેલાં વાયરસ શરીરમાં પ્રવેશીને આગળ વધી ચૂક્યો હોય એવું માની શકાય.

કોકટેલ ઇન્જેક્શનની જેમ આયુર્વેદનું રસાયણ અને બલ્ય ઔષધ અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને એના વૃદ્ધિદરને અટકાવી દે છે તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ કરતું નથી.

કોકટેલ થેરપીની જેમ કામ કરતું અશ્વગંધા શરીરમાં છુપાયેલા બીજા અન્ય રોગો સામે પણ રક્ષણ આપે છે, એટલે કે માત્ર રૂ. 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક સાબિત થઇ શકે છે.

સ્પાઈક પ્રોટીન પર સીધો પ્રહાર કરે છે :- IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એઆઇએસટી) દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે, જે કોરોનાવાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને વૃદ્ધિદર અટકાવે છે.

મૂળ કોરોનાવાયરસ ચાર પ્રોટીનનો બનેલો છે, જેમાં સૌથી ઉપર કાંટા જેવું દેખાય છે, એ એસ-પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન એને એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે, પરંતુ આ વિથેનોન એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે. જે ખૂબ જ સારી વાત છે.

 

Leave a Comment