કૌન બનેગા કરોડપતિ ૨૩ ઓગસ્ટ ૯ વાગ્યે શરુ થશે. આ વખતે શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. અમિતાભ બચ્ચનના આ શોને લઈને ઘણી ચકચાર છે. તો ચાલો જાણીએ અત્યાર સુધીની સિઝનના કરોડપતિ વિજેતાઓ વિશે..
સીઝન ૧ – KBC ની પ્રથમ સિઝનમાં મુંબઈના હર્ષવર્ધન નવાથે કરોડપતિ બન્યા. તેને ૧ કરોડની રકમ જીતી હતી. તેઓ કૌન બનેગા કરોડપતિના પહેલા કરોડપતિ વિજેતા હતા. તેની મોટી જીત પછી, હર્ષવર્ધન નવાથેએ યુકેની બીઝનેસ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો. તેઓ અત્યારે મુંબઈમાં સેટલ છે. તેમને બે બાળકો છે. તેઓ MNC માં સીનીયર લેવલ પર કામ કરી રહ્યા છે.
સીઝન ૨ – બ્રિજેશ દુબેએ KBC ની બીજી સિઝનમાં ૧ કરોડની રકમ જીતી હતી. તે ઇલેક્ટ્રિકલ એન્જિનયર છે.તે નેશનલ હોકી અમ્પાયર ના એન દુબેનો પુત્ર છે.
સીઝન ૩ – શાહરૂખ ખાને અમિતાભ બચ્ચન ની જગ્યાએ સીઝન ૩ હોસ્ટ કરી હતી. આ સીઝન વધારે ચાલી નહતી. આ સિઝનમાં કોઈ કરોડપતિ વિજેતા મળ્યા નથી.
સીઝન ૪ – રાહત તસ્લીમે આ સિઝનમાં ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. રાહત ઝારખંડ નો રહેવાસી છે. તે મધ્યમ વર્ગના પરિવારમાંથી હતો.
સીઝન ૫ – આ સિઝનમાં સુશીલ કુમારે આ ૫ કરોડ જીત્યા હતા. આ રકમ જીત્યા બાદ તે ઘણી ચર્ચામાં આવી ગયો હતો.સુશીલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. તેણે જણાવ્યું કે કેબીસી જીત્યા પછી પણ તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ જ સીઝન માં અનીલ કુમારે ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. તેણે આ પૈસા નો ઉપયોગ ચેરીટી માટે કર્યો હતો. અને તેણે તેની યુટુબ ચેનલ ચાલુ કરી છે.
સીઝન ૬ – આ સીઝનમાં સનમિત કૌરે ૫ કરોડ રૂપિયા જીત્યા હતા. તેમણે ઈતિહાસ રચ્યો હતો, તે ૫ કરોડ જીતવાવાળી પહેલી મહિલા હતી. તેના લગ્ન મનમીત સિંહ સાથે થયા હતા અને તે મુંબઈ માં રહેતી હતી. અને તે જ શો માં મનોજ કુમાર રૈના એ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા અને તે રેલ્વે માં નોકરી કરે છે.
સીઝન ૭ – તાજ મોહમ્મદ રંગરેજ એ ૭ કરોડ રૂપિયા જીત્યા હતા. તે એક ટીચર છે. તેને આ પુરસ્કારની રકમ નો ઉપયોગ તેની પુત્રીની આંખોની સારવાર અને તેના પરિવાર માટે ઘર બનવવા માટે કર્યો હતો. બીજી બાજુ ફિરોજ પાતિમા એ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. તેણે તેના પાપા ના ઈલાજ માટે લીધેલી લોન ચુકવવા માટે અને પરિવાર ની મદદ કરવા માટે ઉપયોગ કર્યો હતો.
સીઝન ૮ – સીઝન ૮ માં અચીન નરુલા અને સાર્થક નરુલા એ ૭ કરોડ જીત્યા હતા. તે બંને દિલ્હી ના રહેવાસી છે. બીજી બાજુ મેઘા પાટીલે ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. તે એક કેન્સર સર્વાંઈવર છે.
સીઝન ૯ – જમશેદપુર ના રહેવાસી અનામિકા મજુમદાર એ આ સીઝન માં ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. તે એક સામાજિક કાર્યકર છે. તેણે જીતેલા પૈસા નો ઉપયોગ સામાજિક કાર્ય માટે કર્યો હતો.
સીઝન ૧૦ – આ સીઝન માં આસામ ની રહેવાસી બિનીતા જૈન એ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. તે એક ટીચર ની જોબ કરતી હતી. તેણે આ પૈસા નો ઉપયોગ પોતાના બાળકો ના ભવિષ્ય માટે વાપર્યા. સોની ટીવીએ ચાહકો સાથે બિનીતા ની જર્ની શેર કરી હતી.
સીઝન ૧૧ – આ સીઝન માં ઘણા કરોડપતિ મળ્યા હતા.સનોન રાજ તે બિહાર ના રહેવાસી છે તેણે ૧ કરોડ રૂપિયા જીત્યા હતા. બીજી બાજુ બબીતા તડે, ગૌતમ કુમાર, અને અજીત કુમારે પણ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા.
સીઝન ૧૨ – આ સીઝન માં પણ ઘણા કરોડપતિ વિનર થયા હતા.અનુપમા દાસ, નાજીયા નસીમ અને મોહિત શર્મા એ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા.