રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી છે. 3 વર્ષથી પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરિપત્ર દ્વારા પરીક્ષા મૌકૂફ રાખવાની જાહેરાત કરી છે.
વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય લેવાયો હોય તેવું માનવામાં આવે છે. 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાની હતી.
બિન સચિવાલય કારકુન વર્ગ-3 અને સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા દ્વારા ભરતી કરવાની હતી. જેની 13 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા રાખવામાં આવી હતી.
બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પેપરનો સમય હતો. પરીક્ષાના કોલલેટર ઉમેદવારોએ ડાઉનલોડ કરી લીધા હતા. તો હવે વહીવટી કારણ આગળ ધરી ફરી પરીક્ષા મોકૂફ રખાઇ છે. નિર્ણય લીધો છે.
બિન સચિવાલય કારકુન વર્ગ-3 અને સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
તો અત્રે નોંધનીય છે કે આ પરીક્ષા ત્રીજી વખત મોકૂફ રાખવામાં આવી છે. પ્રથમ વખત ધોરણ 12 ની મર્યાદાને કારણે બીજી વખત પેપર લીક થવાના મુદ્દે અને ત્રીજી વખત આસિત વોરાએ રાજીનામું આપતા નવા સંચાલન માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આ ભરતી 2018 માં બહાર પાડવામાં આવી હતી પરંતુ 2022 ચાલી રહ્યું છે છતાં પણ હજુ સુધી પેપર નથી લેવાયુ.