કિશન ભરવાડને લગતી પોસ્ટનું ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકવાના મામલે 10થી 15 જેટલાં વિધર્મી યુવકોએ ઘરમાં ઘૂસી તે યુવક પર કર્યો હુમલો

કટ્ટર હિંદુ યુંવક કિશન ભરવાડને લગતી પોસ્ટનું ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકવાના મામલે એક યુવાનના ઘરમાં ઘૂસી 10થી 15 જેટલાં બહેલીમ યુવાનોએ તોડફોડ કરી યુવાનને માર મારતાં સ્થિતિ વણસી હતી.

જોકે મામલો સંવેદનશીલ હોવાથી એસપી ડો.પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી ખેરાલુ પોલીસે પીડિત યુવાનનું નિવેદન લઇ ટોળા સામે ગુનો નોંધી તાત્કાલિક 7 આરોપીઓની ધરપકડ કરી હતી.

સામ સામે બંને પક્ષોની શાંતિ સમિતિની મીટીંગ બોલાવી સમજવતા મામલો થાળે પડ્યો હતો. પીઆઇ સી.બી. ગામીત કામ કરવામાં નિષ્ફળ રહેતાં રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી.

ખેરાલુના કાજીવાડામાં વસતા અક્ષતકુમાર રાકેશભાઇ કડિયા નામના એક યુવાને પંદર દિવસ અગાઉ પોતાના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર ધંધુકાના કિશન ભરવાડની પોસ્ટનું સ્ટેટસ મૂકતાં ખેરાલુના બહેલીમ વાસમાં રહેતા કેટલાંક વિધર્મી યુવાનો શાંતિમાં ખલેલ પહોંચાડવા પહોંચ્યા હતા.

આ વાતનો દ્વેષ રાખી મંગળવારની રાત્રીના સમયે બહેલીમ હિદાયત અને બહેલીમ જાબીર વગેરે 15 જણ સાથે આ યુવાનના ઘરમા પહોચી ગયાં હતાં. અને આવી પોસ્ટ કેમ મૂકી છે તેમ કહીં યુવાનને માર મારી તેના ઘરમાં તોડફોડ કરી હતી.

જેથી કુંટુંબીજનોએ ભેગા મળી પોલીસને જાણ કર્યા બાદ યુવાનને ટોળાની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો અને ઘરેથી દૂર મોકલી દીધો હતો.

Leave a Comment