મૌલવીઓનું હતું એક મોટું ગ્રુપ : એક કરતાં પણ વધારે મૌલવી હતા સામેલ ; કિશન ભરવાડની હત્યા પહેલા જામનગરના યુવકના મર્ડરનું પ્લાનિંગ પણ કર્યું હતું…

કટર હિન્દુ યુવક કિશન ભરવાડની હત્યા મામલે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હર્ષદ સંઘવીએ પરિવારને આપેલા ન્યાયના વચન બાદ ગુજરાત એટીએસને આ કેસની તપાસની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.

તો એટીએસે મૂળ સુધી પહોંચતાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ કેસમાં વધુ એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે.

તમામ મૌલવીઓએ એક સંગઠન પણ બનાવ્યું હતું. જેમાં તેઓ સોશિયલ મીડિયા ઉપર હિન્દુ ધર્મને લગતી પોસ્ટ શેર કરતા હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા.

આ અગાઉ પણ આ મૌલવીઓના ગ્રુપે જામનગરના યુવકને ટાર્ગેટ કર્યો હતો અને તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તો સર્ચ ઓપરેશન કરતા લોકોને ભડકાવવા માટેનું સાહિત્ય પણ કબજે કરાયું છે.

સમગ્ર ભારતમાં અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ગુસ્સો છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી છે.

જેમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર હતું. જેથી હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી છે.

ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરી છે.

મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. તે સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

શબ્બીર ધધુકામાં ફેબ્રિકેશનમાં છૂટક વેલ્ડીંગ નું કામ કરે છે. જ્યારે કટ્ટરવાદી વિચારધારામાં માને છે . તે એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા દિલ્હીના એક મૌલાના સંપર્કમાં આવ્યો હતો.

શબ્બીર મૌલાના ને મળવા મુંબઈ પણ ગયો હતો. ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું જણાવ્યું હતું.

Leave a Comment