શું તમે જાણો કયા કારણોસર માલધારી સમાજના કિશન ભરવાડનું ખૂન કરવામાં આવ્યું હતું, જાણો સમગ્ર ઘટના…

અમદાવાદના ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ એક ગંભીર ઘટના ઘટી હતી. જેમાં કિશન નામના એક યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના ઘટી એ જ સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસે આરોપીની શોધખોળ માટે આદેશ આપી દીધા હતા.

આ ઘટના હેઠળ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી.

આ ઘટના બાબતે SP વિરેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો જીવ લેવામાં આવ્યો હતો. આ ઘટનાના આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી.

પકડાયેલા બે આરોપીઓ માંથી બાઈકચાલકનું નામ ઈમ્તિયાઝ, અને બાઇકની પાછળ બેઠેલા આરોપીનું નામ શબ્બીર છે.

આખી ઘટના બાબતે જાણવા મળ્યું છે કે 6 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામનાર કિશન ભરવાડે ફેસબુક પર એક પોસ્ટ જાહેર કરી હતી.

આ પોસ્ટ ધાર્મિક લાગણીને દુભવતી હોય એવી હતી. આ ઘટના બાબતે 9 જાન્યુઆરી ના રોજ કિશન ભરવાડ ની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એના પછી કિશન ભરવાડ પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પણ આ કાર્યવાહીથી આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝ ને સંતોષ નહોતો.

માટે બંનેએ પોસ્ટ ને ધ્યાનમાં લઈને કિશન ભરવાડ નો જીવ લેવા નું કાવતરું ઘડ્યું કર્યું હતું. આ તમામ માહિતી પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી.

મળેલી માહિતી પ્રમાણે આરોપી શબ્બીરે મુસ્લિમ મૌલવી અને લીડરના પ્રભાવ હેઠળ આ પગલું ભર્યું હતું. મળેલી માહિતી પ્રમાણે કિશન ભરવાડ નો જીવ લેતા પહેલા 5 દિવસ અગાઉ આરોપી શબ્બીર અમદાવાદ ગયો હતો.

જ્યાં તે એક મૌલવીને મળ્યો હતો. તેણે મોલવી પાસે કિશન નો જીવ લેવા માટેનું સાધન માંગ્યું હતું. ઉપરાંત હજુ પણ ઘણા આરોપીઓ ઘટનામાં સામેલ છે. આ સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે એની તપાસ ચાલી રહી છે.

Leave a Comment