કિશન ભરવાડની હત્યાનો ખેલ પાકિસ્તાન થી ખેલાઇ રહ્યો હતો, જાણો કોણ હતું તેની પાછળ અને શું હતો તેમનો આખો પ્લાન…

સમગ્ર ભારતમાં અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ગુસ્સો છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી છે.

જેમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર હતું. જેથી હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી છે.

ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરી છે.મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. તે સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

શબ્બીર ધધુકામાં ફેબ્રિકેશનમાં છૂટક વેલ્ડીંગ નું કામ કરે છે. જ્યારે કટ્ટરવાદી વિચારધારામાં માને છે . તે એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા દિલ્હીના એક મૌલાના સંપર્કમાં આવ્યો હતો.

શબ્બીર મૌલાના ને મળવા મુંબઈ પણ ગયો હતો. ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું જણાવ્યું હતું.

આ મૌલાનાએ યુવકોને પોતાની જાળમાં ફસાવીને કટ્ટરવાદી કામ કરાવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. મૌલાના સંપર્ક પાકિસ્તાનના પાકિસ્તાનના ઘણાં સંગઠનો સાથે છે.

તો આવી માહિતી મળતા જ તમામ રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે.તો ઘણા હથિયારો પણ અજાણી જગ્યાએથી સપ્લાય કરાવ્યા હોવાનો મૌલાના ઉપર આરોપ છે.

Leave a Comment