કિશન ભરવાડના મર્ડર કરનાર મૌલવીને હથિયાર સપ્લાય કરનાર માણસ ઝડપાયો…

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની પોલીસે પેલા પકડી પાડયો હતો.

અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે ફરાર હતો.

પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપી દીધો છે. રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં બે વખત IPC 307ના ગુનામાં જેલ ગયો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી.

અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર રાજકોટથી સપ્લાય કરાયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસ પહોચી હતિ.

શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સ મૌલાના સુધી હથિયાર સપ્લાય કર્યું હતું.

આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી પરંતુ અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે પકડાય ગયો હતો.

મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે સાંઠગાંઠ હોવાનું ખૂલ્યું હતું.

આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટનું કથિત રીતે ઓપરેટિંગ કરે છે.

Leave a Comment