કિશન ભરવાડની હત્યા પહેલા પોસ્ટ બદલ માફી પણ માંગી હતી ; છતાં પણ રાષ્ટ્રવાદી હોવાથી મૌલાના એ કરી હત્યા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

કિશનની હત્યા બાદ સમગ્ર ધંધુકામાં પણ બંધ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની હત્યાના પડઘા આખા ભારતભરમાં પડેલા જોવા મળ્યા હતા.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારજનોને મળવા ગયા હતા. આ ઉપરાંત તેમને કિશનને ન્યાય અપાવવાનું પણ વચન આપ્યું હતું.

સોશિયલ મીડિયામાં કિશન ભરવાડનો માફી માંગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જેમે તે પોતે કરેલી પોસ્ટને લઇને માફી માફી પણ માંગી રહ્યો છે. કિશન વીડિયોની કહી રહ્યો છે કે, “મેં સોશિયલ મીડિયામાં જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેનાથી કોઇની લાગણી દુભાઇ હોય તો તેના માટે હું માફી માંગુ છુ “.

કિશનની હત્યા તેના ઘરથી 50 મીટર આગળ જ કરવામાં આવી હતી. જે જગ્યાએ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ત્યાં હાલ પોલીસે બંદોબસ્ત દીધો છે.

કિશનનું ઘર નાનકડી ડેલી વાળું છે અને તેના ઘરની આસપાસ ફકત ઝેરોક્સની દુકાનો આવેલી છે. હાલ ધંધુકામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે.

Leave a Comment