ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી નો જન્મદિવસ પર તેમની પત્નીને ભેટમાં આપી કરોડોની લક્ઝુરિયસ કાર

પોતાના સ્વરથી આખા ગુજરાતને ડોલાવનાર અને ઘેલું બનાવનાર ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી નો જન્મદિવસ ગઈકાલે 23 ફેબ્રુઆરી ના રોજ હતો. કિર્તીદાન ગઢવી નો જન્મ 23 ફેબ્રુઆરી 1975 ના દિવસે આણંદ જીલ્લાના વાલોડ ગામમાં થયો હતો.

કિર્તીદાન ગઢવી ને તેમના જન્મદિવસ પર તેમની પત્ની સોનલ કિર્તીદાન અને શાનદાર કાર toyotavellfire કાર ભેટમાં આપી છે ગુજરાતમાં ઘણા લોકો પાસેથી જ આકાર હશે. આ કારની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા જેટલી છે.

આકાર દેખાવમાં ખુબ જ રીચ છે. એક મહિનાની અંદર ત્રીજા સિંગરે નવી કાર ખરીદી છે. આ પહેલા જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે મર્શિડિઝ કાર ખરીદીને ધમાકો કર્યો હતો.

કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે એકદમ સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.

રાજકોટ સ્થિત તેમના ઘરમાં કિર્તીદાન અને પરિવારના લોકોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સમયે તેમના પુત્ર ક્રિષ્ના અને રાગ અને પત્ની સોનલ ગઢવી ને કેક ખવડાવી હતી.

કીરતીદાન ના જન્મદિવસ નિમિત્તે જીગ્નેશ દાદા એ તેમના ઘરે પધારીને આશીર્વાદ આપ્યા હતા. પતિ કીર્તિદાન ગઢવી ના જન્મદિવસ પર પત્ની સોનલ ખૂબ જ કીમતી શાનદાર કાર એમને ભેટમાં આપી છે.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી ના પત્ની સોનલ ગઢવી એ TOYOTAVELLFIR કાર ભેટમાં આપી છે પતિએ ખૂબ જ સુંદર કાર ભેટમાં આપતાં કિર્તીદાન ભાવુક થઇ ગયા હતા તેમણે પોતાના ઘરની બહાર કાર ઊભી રાખીને તસવીરો પડાવી હતી.

કીર્તીદાનના પત્ની અને પરિવારે બ્રાન્ડ ન્યુ કાર નું પૂજન કર્યું હતું. સફેદ કલરની અલગ ડિઝાઈનની કાર કિર્તીદાન ગઢવી ની પર્સનાલિટી સાથે મેચ થતી હતી. ઉલ્લેખનીય છે કે, કિર્તીદાન ગઢવી પાસે પહેલાથી મર્સિડીઝ, ફોર્ચ્યુનર જેવી એકથી એક ચડિયાતી કાર છે.

કીરતીદાન ને ગિફ્ટ માં મળેલી આ કારની ડિઝાઇન એકદમ અલગ છે આ કારણે ઓનરોડ અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા જેટલી થવા જાય છે સેવન સીટર ફેમિલી કાર છે. જેમાં ખુબ જ સ્પેસ છે એ જ આ કાર ની ખાસિયત છે. આ કારની અંદાજીત લંબાઈ 16 ફૂટ છે.

કીર્તીદાન ની હાલની સફળતામાં વર્ષોના સંઘર્ષ છુપાયેલો છે. એમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સુખ માં બાળક મોડું મોટું થાય છે. પરંતુ દુઃખમાં એ વહેલું મોડું થઈ જાય છે એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કિર્તીદાન ગઢવી જીવન માં ખુબ સંઘર્ષ કર્યો છે. એમનો જન્મ આણંદ જીલ્લાના વાલોડ ગામમાં થયો હતો. તેમને બારમું ધોરણ પાસ કર્યા પછી વલ્લભવિદ્યાનગર ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ત્યારબાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયા હતા. સંગીતની તાલીમ લીધા પછી એક મ્યુઝિકલ કોલેજ માં એમને નોકરી પણ કરી હતી.

ત્યારબાદ ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ – અલગ લોકડાયરામાં નાના-મોટા કાર્યક્રમ કર્યા હતા.

હાલમાં કિર્તીદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે જ બનેલા હોય છે. એ રીતે ‘ મોગલ છેડતા કાળો નાગ ‘ કિર્તીદાન નું બ્રાન્ડ ગણાય છે. અવાજને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

કિર્તીદાન ગઢવી ના પરિવાર માં પત્ની સોનલ બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પ્રોગ્રામો ના કારણે કિર્તીદાન બાદમાં રાજકોટમાં શિફ્ટ થયા હતા.

કિર્તીદાન ગુજરાતી લોકસાહિત્યની વધુ આગળ લઇ જવા માંગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોક સાહિત્યની દુનિયા સાંભળે છે.એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્ય અને આગળ લાવવા ઈચ્છે છે.

Leave a Comment