અંકલેશ્વરના પાનોલીમાં કિર્તીદાન ગઢવીના ડાયરામમાં એક યુવકે કર્યું ફાયરિંગ, સી આર પાટીલે પણ રહ્યા ઉપસ્થિત….

અંકલેશ્વરના પાનોલીમાં ગઈકાલે યોજાયેલા ડાયરાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ લોકડાયરામાં શોર્યગીતોથી એક યુવક એટલો જનૂનમાં આવી જતા તેણે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી અને હવામાં ફાયરિંગ કર્યા. આ ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અંકલેશ્વરના પાનોલીના કાપોદ્રામાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ ડાયરો યોજાયો હતો. દિવસે રક્તદાન સહિતના કાર્યક્રમ હતા. રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. આ જ કાર્યક્રમમાં અગાઉ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હતા. જોકે, આ ડાયરામાં આવેલા આ એક યુવકે ફાયરિંગ કરતા કાર્યક્રમ માથે પાણી ફેરવાઈ ગયું હતું .

ગન લાયસન્સવાળી હોય તો પણ આ પ્રકારે આવા કાર્યક્રમમાં ભડાકા કરવા કાયદાકિય રીતે ગુનો બને છે.જીઆઈડીસી અને ગ્રામ્ય પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે અને તેની સામે પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. યુવક પાસે જે ગન હતી તે લાયસન્સવાળી હતી કે કેમ તે પણ જાણવા મળ્યું નથી.

Leave a Comment