થોડા સમય પહેલા ટિકટોક સ્ટાર તરીકે ઓળખાણ પામેલી સુરતની કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.
અમદાવાદની એક યુવતીએ કીર્તિ પટેલ લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મુદ્દે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ આદરી છે.
6 મહિના પહેલાં આ યુવતીને કીર્તિ પટેલ સાથે તકરાર થઈ હતી – ઘટનાની વિગતો પ્રમાણે અમદાવાદમાં રાણીપ ખાતે રહેતી 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે. તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
6 મહિના પહેલા તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ સમયે ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ બાબતે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
ગાડી ના કાચ તોડી નાખ્યા હતા – ગત 21મી ફેબ્રુઆરીની રાત્રે યુવતી ઘરેથી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ હતી, ત્યારે કોઈએ કમેન્ટ કરી કે,’તમારી ગાડીના કાચ તૂટ્યા છે’.
જેથી યુવતી ફ્લેટમાં નીચે ગાડી જોવા જતા ત્યાં એક બહેને તેને જણાવ્યું કે, તમે નીચે ના જશો તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે, ને ત્યાં કેટલાક માણસો ઊભા છે.
જે તમને નુકશાન પહોંચાડશે.આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, પણ ત્યાં કોઇ હાજર નહોતું.
માથામાં લોખંડની પાઈપ ફટકારી- આ યુવતી તેના ઘરે ગઈ હતી. ત્યારબાદ થોડીવારમાં તેની મિત્રની ગાડીની ચાવી લઈને તપાસ કરવા બહાર નીકળી હતી.
ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ ની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ મા ગઈ હતી. તે કારમાં હતી ત્યારે અચાનક કાચ તૂટવાનો અવાજ આવતા તે બહાર નીકળી.
એટલામાં જ તેના માથા અને બરડાના ભાગ પર કોઈએ ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોતા તે કીર્તિ પટેલ હતી. તેના હાથમાં લોખંડની પાઈપ જોવા મળી હતી.
જાનથી મારી નાખવાની ધમકી પણ આપી – માથામાં પાઈપ વાગતા યુવતીને લોહી નીકળી રહ્યું હતું. કીર્તિ પટેલે આ યુવતીને બિભત્સ ગાળો આપી રહી હતી, તેની સાથે એક અન્ય યુવક અને યુવતી પણ હાજર હતા,
તેઓ પણ યુવતીને ગાળો બોલીને, અમારા ગ્રુપની સામે પડી તો તને જાનથી મારી નાખીશું, એવી ધમકીઓ આપી હતી. એટલામાં યુવતીએ પોતાના માનીતા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવા આવી હતી. ત્યારબાદ તેણે પોલીસમાં કીર્તિ પટેલ તથા તેની સાથેના બંને વ્યક્તિઓ સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.