તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલે આજના સમયથી બે મહિના પહેલા અમદાવાદ સેટેલાઈટ એરિયામાં થયેલ મારપીટને ધ્યાનમાં રાખીને તેણે વસ્ત્રાપુરની એક યુવતીને તે વારંવાર ધમકી આપતી હતી. વાત એમ હતી કે તે વસ્ત્રાપુરની યુવતીને સોશિયલ મીડિયા પર તેના વિરુધ્ધ ખરાબ લખાણ અને તેના ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપતા હતા.
આ કામમાં કીર્તિ પટેલ સાથે ભરત ભરવાડ પણ સામેલ હતા. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે તેમના વિરુધ્ધ ગુણો નોંધીને ફરિયાદ નોંધી છે. આની પહેલા પણ આ કર્ણાવતી ક્લબ સામે એક મારામારીના કેસમાં કોમલ પંચાલ નામની યુવતી આ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ અંતર્ગત હવે વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બીજો સાથે જેમ કે ભરત ભરવાડ એ હજી ફરાર છે. વાત એમ હતી કે પહેલા થયેલ મારપીટની ફરિયાદને ધ્યાનમાં રાખીને તે એક યુવતીને ખરાબ લખાણ અને ખરાબ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી.
એ ફરિયાદ પર કીર્તિ પટેલ અને ભરત ભરવાડ પેલી મહિલાને કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી લેવા માટે વારંવાર ધમકી આપતા હતા. પણ પછી એવી પણ વાત જાણવા મળી હતી કે તે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું પણ પછી તપાસ આગળ ચલાવી હતી. પણ પછી તે ઘટનાને લઈને જ તે મહિલાને હેરાન કરવામાં આવતી હતી. આજે કીર્તિ પટેલની ધરપકડ કરી છે, જ્યારે ભરત ભરવાડ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરી છે.