ગુજરાતની પ્રખ્યાત ગાયક કિંજલ દવે નવા ઘરમાં કળશ મુકતી હતી, કોનું ઘર હશે જાણો?, કિંજલ દવેના પિતા સાથે તસવીર…

ગુજરાતની પ્રખ્યાત ગાયક કિંજલ દવે નવા ઘરમાં કળશ મુકતી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. જેમાં કિંજલ દવે નવા ઘરમાં માટલી મુકતી નજરે ચડી રહી છે. આ તસવીરો જોઈને ચાહકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. આ તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવે દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી. કિંજલ દવે દુબઈ પ્રવાસે હતી અને ત્યાથી બે દિવસ પહેલા જ ઘરે પરત ફરી છે.

 

લલિત દવેએ સોશિયલ મીડિયા પર કિંજલ દવેના ફોટોઝ મૂક્યા હતા જેમાં સિંગર કિંજલ પોતાના હાથે માટલી નવા ઘરમાં મુકતી જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ થતાં જ ચાહકો ઉત્સુક થય ગયા હતા.

 

ફોટો શેર કરતા કિંજલ દવેના પિતાએ લખ્યું હતું કે “પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી, બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્તની શુભકામનાઓ માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહરના ચરણોમાં પ્રાર્થના અને મારા દીલથી વંદન. જય ચેહર સરકાર જેસંગપુરા.”

 

તમને જણાવી દઈએ કે આ ઘર તેમનું નહીં પરંતુ તેમના ભાઈનું છે અને તેમના નવા ઘરમાં કળશ મુકવાનું શુભ કામ કિંજલ દવેના હાથે કરવામાં આવ્યું છે. આ તસવીરોમાં કિંજલ હાથમાં કળશ લઈને ઉભેલી નજરે ચડે છે. આ ઉપરાંત તેના ચહેરા ઉપર પણ હાસ્ય છે . ફોટોમાં કિંજલ દવેનો ભાવી પતિ પવન જોશી પણ જોવા મળી રહ્યો છે.કિંજલ દવેનો ભાઈ આકાશ દવે સાથે પણ જોવા મળ્યો હતો.

 

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના અવાજના કારણે ગુજરાત ભરમાં ખ્યાતિ ધરાવે છે. ગુજરાતના ખૂણે ખૂણે તેને પોતાના સુરીલા અવાજ દ્વારા એક આગવી ઓળખ ઉભી કરી છે. લોકગાયિકા ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઇને પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

Leave a Comment