જામનગર શહેરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ ભાગવતમાં અનેક મોટા લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ભાગવતમાં હાર્દિક પટેલે પોતાની હાજરી આપી હતી.
તેમજ કાંધલ જાડેજા પૂર્વ મંત્રી જયેશ રાદડીયા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા આ ભાગવતમાં પૈસાનો વરસાદ કર્યો હતો. એટલા બધા પૈસા ઉડાવ્યા કે ગણવા વાળા માણસો પણ થાકી ગયા હતા.
આ ભાગવત ખરેખર ખૂબ જ સુંદર હતી. ત્યાં દરેક પક્ષના લોકો એક મંચ ઉપર જોવા મળ્યા હતા. આ ભાગવત કાર્યક્રમમાં આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા, અને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, તેમજ કોંગ્રેસના મુખ્ય કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જેવા અનેક મોટા લોકો એક મંચ ઉપર નજર આવ્યા હતા. બધા રાજકારણીઓ ભેગા થઈને લોકડાયરામાં પૈસા ઉડાવતા નજર આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કિર્તીદાન ગઢવી તેમજ કિંજલ દવે ઉપર ખૂબ જ પૈસા નો વરસાદ કરવામાં આવ્યો હતો. તેમજ ૧૦થી લઇને 500 રૂપિયાની નોટ નો વરસાદ કરતા વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ત્યાં પૈસાનો ખૂબ જ મોટો ઢગલો થઈ ગયો હતો અને પૈસા ગણવા વાળા માણસો પણ ત્યાં થાકી ગયા હતા.