ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો સાથે મળવા પહોંચી, જુઓ આ ફોટા થયા વાયરલ…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો એ ટીવી પર આવતો એવો શો છે જેણે પોતાના ચાહકોને જકડી રાખ્યા છે અને આ શો અનેક લોકોનો મનપસંદ શો છે. આ સિરિયલના દરેક પાત્ર એ પોતાના અભિનયથી ઘરે ઘરે ઓળખીતા થયા છે. આજે આ શોના દરેક પાત્ર એ કોઈ બૉલીવુડ અભિનેતાથી ઓછા નથી લાખોની સંખ્યામાં તેમના પણ ફૉલોઅર્સ છે.

 

હમણાં જ આપણાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો સાથે મળવા માટે પહોંચી હતી. અહિયાં તેમની સાથે તેમના થવાવાળા પતિ પવન જોશી સાથે આ સિરિયલના સેટ પર પહોંચ્યા હતા. ચાહકોને કિંજલ દવે અને જેઠાલાલના સાથે ફોટો ખૂબ પસંદ આવી રહ્યા છે. આ ફોટો પરથી ઘણા એવો અંદાજો પણ લગાવી રહ્યા હતા કે શું કિંજલ દવે એ હવે આ શોમાં કોઈ નવા પાત્ર તરીકે જોવા મળશે?

 

જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી સાથે કિંજલ દવેએ પોઝ આપતો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને ચાહકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના ફોટો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કિંજલ દવે અને પવન જોશી એ જેઠાલાલના ઘરની અંદર આંટો મારતા દેખાઈ રહ્યા છે અને બીજા ફોટોમાં તેઓ ઘરમાં મૂકવામાં આવેલ હીંચકા પર બેસીને વાતો કરતાં પણ દેખાઈ રહ્યા છે. આ હીંચકા પર કિંજલ દવે એ પોતાના થવાવાળા પતિ પવન સાથે દેખાઈ રહ્યા છે. આ બંનેના આ ફોટો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

 

પવન જોશીએ આ મુલાકાતના કેટલાક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે જેમાં તેઓ જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. આ બધા ફોટોમાં જેઠાલાલ એ જ લુકમાં દેખાઈ રહ્યા છે જે લુક તેમનો સિરિયલમાં છે. આ દરમિયાન તેમણે એક કુરતો પહેરેલ છે. પવન જોશી અને આકાશ દવેએ અભિનેત્રી સુનેના ફોજદાર સાથે પણ મુલાકાત કરી હતી. આ અભિનેત્રી શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવતા જોવા મળે છે.

 

કિંજલ દવે એ આ ટ્રીપ દરમિયાન પ્રીતિ જેઠવા સાથે પણ મુલાકાત કરી હતી, તેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હમણાં આવેલ વેબ સીરિઝ ‘હ્યુમન’માં મંગુનો કિરદાર કરવા વાળા અભિનેતા વિશાલ જેઠવાની રિયલ લાઈફ માતા પ્રીતિ જેઠવા છે. પ્રીતિ જેઠવા દ્વારા શેર કરવામાં આવેલ ફોટોમાં કિંજલ દવે, આકાશ દવે અને પવન જોશી દેખાઈ રહ્યા છે. આ દરમિયાન કિંજલ દવેનો લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ઘણા બધા લોકોએ તેમના વખાણ કરેલા હતા.

 

તમને જણાવી દઈએ કે કિંજલ દવે એ આ શોના કિરદારને મળવાની ઈચ્છા પૂરી કરવા માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના સેટ પર આવી હતી. ફક્ત મુલાકાત કરવા માટે. સિરિયલમાં તેઓ આવશે કે નહીં એ વાત હજી કોઈએ પણ ઑફિશિયલી જાહેર કરી નથી.

Leave a Comment