શહેરના રાજકોટ-ગોંડલ રોડ પર કારખાનું ધરાવતાં કારખાનેદારે પોતાના જ કારખાનમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કારખાનાના માલિકે યુવતી પર બે વાર બળાત્કાર ગુજારી એના ફોટા પાડી લીધા હતા. અશ્લીલ ફોટા પછી હેમંતે યુવતીને સંબંધ ચાલું રાખવા ધમકી આપી હતી.
તેની વાત ન માનતા તેણે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હેમંત પાનભરે સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની ઘટનાની વિગત મુજબ રાજકોટ-ગોંડલ રોડ પર કારખાનું ધરાવતાં હેમંત પાનભરે પોતાને ત્યાં કામ કરતી યુવતી પર બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ એ યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા. હેમંતે પહેલીવાર કારખાનામાં અને બીજીવાર મોરબીની હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ગોંડલમાં રહેતી પરિણીતા ઉપર ત્રણ માસ પહેલા પરિચિત ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે દુષ્કર્મ આચર્યું હતું. જેની પતિને થતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આથી પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ પહોંચાડવા માં આવી હતી. પરિચિત વ્યક્તિ એ પરિણીતા પર બળજબરી કરી હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ – આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના સમય ની આસપાસ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિણીતાની તબિયત લથડતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સિટી પોલીસને જાણ કરી હતી.
ગોંડલ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે એસિડ પી લેનાર પરિણીતાનું નિવેદન નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપી હરેશની ધરપકડ કરીને પૂછપરછ કરતા. એસિડ પી લેનાર પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો હો કે, હરેશ નામનો શખસ બોગસ ડોક્ટર છે.
તે અવારનવાર તેના વિસ્તારમાં ઘરે – ઘરે દર્દીઓને દવા દેવા આવતો હતો. આથી તેની સાથે સબંધ બંધાતા તે અવારનવાર મારા ઘરે પણ આવતો હતો.
ત્રણ મહિના પહેલા હું ઘરે નહોતો, એ સમયે હરેશ મારા ઘરે આવી બળજબરીપૂર્વક મારી પત્ની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ અંગે ત્રણ મહિના પહેલા પતિને જાણ થઇ હતી.
ત્યારે પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ગોંડલ સિટી PI મહેશ સંગાડાએ આરોપીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
હરેશ ઘરે આવતો-જતો હોવાથી પરિચય થયો – બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ થયું છે કે નહીં, તે પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે. હાલ પોલીસ IPC કલમ 354 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
ઉપરોક્ત ઘટનામાં પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો. ત્યારે બંને વચ્ચે પરિચય થયો હતો.