વ્યક્તિ જે પણ કામ કરે તેને કર્મ કહેવાય છે. તેના દ્વારા કરવામાં આવતા દરેક કામનો કોઈને કોઈ ઉદેશ્ય હોય છે. એક હોય છે સારા કર્મ અને એક હોય છે ખરાબ કર્મ. કોઇપ કર્મ કરો તેનું પરિણામ વ્યક્તિને મળે જ છે. તમે ઘણી વાર વડીલો કે પછી બીજે ક્યાંયથી સાંભળ્યું હશે કે આવું કામ ના કરશો આવતા જન્મે આનો જન્મ મળશે. તો આજે અમે તમને જણાવી રહ્યા છે કર્મ અનુસાર વ્યક્તિને કેવો જન્મ મળશે તેની ડિટેલ માહિતી. ચાલો ફટાફટ જાણી લઈએ.
1. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે એવા કયા કર્મ હોય છે જે કરવાથી વ્યક્તિને કૂતરાની યોનિમાં જન્મ લેવો પડે છે. તમને જણાવી દઈએ કે મહર્ષિ વેદ વ્યાસએ જણાવ્યું છે કે જે વ્યક્તિ સ્ત્રીનું સન્માન નથી કરતો, કે પછી જે વ્યક્તિ સ્ત્રીને હેરાન પરેશાન કરે છે તેનો જન્મ સૌથી પહેલા વરુ યોનિમાં થાય છે. પછી તે જીવ કુતરાની યોનિમાં જન્મે છે એ પછી તેને શિયાળ, ગીધ, સાંપ અને કાગડાની યોનિમાં જન્મ લેવો પડે છે એ પછી તેને મનુષ્ય યોનિમાં જન્મ મળે છે.
2. હવે તમને જણાવી દઈએ એ કર્મ વિષે જેનાથી તમને છછુંદરની યોનિમાં જન્મ મળે છે. ચોરી એ બહુ ખોટું કામ છે. એટલે જે વ્યક્તિ કપડાંની ચોરી કરે છે તેને પોપટની યોનિમાં જન્મ લેવો પડે છે અને જે વ્યક્તિ સુગંધિત વસ્તુઓની ચોરી કરે છે તેને છછુંદરની યોનિમાં જન્મ મળે છે. કોઇપન પરિસ્થિતિ હોય ક્યારેય પણ ચોરી કરશો નહીં.
3. જો તમે બગલાની યોનિમાં જન્મ લેવા નથી માંગતા તો તમારે તમારા મોટા ભાઈ બહેનનું હમેશાં સન્માન કરવું જોઈએ. તેઓ તમારા પિતા સમાન હોય છે એટલે તેમનું સન્માન કરો. બગલાનું જીવનકાળ 10 વર્ષ છે એ સમય દરમિયાન જો તમને ઈશ્વર કૃપા મળે છે તો તમને મનુષ્ય યોનિમાં જન્મ મળશે.
4. હત્યા એટલે કે ખૂન કરવું એ સૌથી મોટો ગુનો ગણાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શસ્ત્રથી હત્યા કરે છે તો તેને ગધેડાની યોનિમાં જન્મ લેવો પડે છે. એ પછી માછલી, કૂતરો અને વાઘની યોનિમાં જન્મ મળે છે. એટલે ક્યારેય પણ એવું કામ કરવું નહીં.
5. હવે અંતમાં તમને જણાવી દઈએ કે કેવા કર્મ કરવાથી વ્યક્તિનું જીવન નર્ક સમાન બની જાય છે. તો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે અથવા તો લોકોને કોઇપન રીતે તકલીફ આપે છે અને બીજાના દુખમાં દુખી થવાને બદલે આનંદ માણે છે તેમનું જીવન નર્ક સમાન બની જાય છે. આવા જીવને અનેક યોનિમાં જન્મ લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.