મિત્રો ખજૂર ભાઈ ને તો બધા લોકો ઓળખતા જ હશો ખજૂર ભાઈ એ પ્રખ્યાત યું ટયૂબર પર જ નહીં પરંતુ લોકોના જીવનના મસીહા બની ગયા છે. સૌરાષ્ટ્રના લોકોની સેવા કરીને તેમણે ઘણું નામ અને પુણ્ય કમાય છે.
કર્મનો સિદ્ધાંત છે કે જો તમે કોઇ અન્ય વ્યક્તિનું ભલું કરશો તો ભગવાન તમારી સાથે હંમેશા ભલું જ કરે છે. અને આવી જ કઈક બાબત ખજૂર ભાઈ સાથે હમણાં જોવા મળી હતી.
તાજેતરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાને કારણે નાશ થઈ ગયેલા મકાનોને ખજૂર ભાઈ એ પોતાની જાતે રિપેર કરી અને કરોડોના ખર્ચે ફરીથી લોકોને આવાસ પૂરા પાડ્યા છે.
ખજૂર ભાઈ અને તેમના મિત્રો તેની ગાડીમાં રાત્રે પસાર થઈ રહ્યા હતા એટલામાં જ તેમને જાણ થઈ ગય તેમના ગાડીના ટાયર માં હવા નથી અને જ્યારે તેમને ટાયર ખોલીને જોયું તો તેમાંથી પંચર પડ્યું તેથી તેમના મિત્રોએ તેમણે સલાહ આપી કે તેઓ ગાડીની ડેકીમાં રહેલું સ્પેયર ચડાવી લે.
જેવુ સ્પેર જણાવ્યું કે તેમાં પણ પંચર નીકળ્યું. તેથી ખજૂર ભાઈ અને તેમના મિત્રો રાત્રે રોડ ઉપર આમતેમ બે-ત્રણ કલાક સુધી આટા મારતા રહ્યા.
રાતનો સમય હોવાથી કોઈ પંચર પણ કરી આપતું ન હતું . આથી તેઓ ખૂબ હેરાન પરેશાન હતા. થોડી વાર રાહ જોય એટલામાં જ એક ગાડી વાળો આવ્યો અને તેઓ ખજૂર ભાઈ ને ઓળખી ગયા. ફક્ત એટલું જ નહીં તેમણે ખજૂર ભાઈનું ટાયર સાથે લઇ જઇને પંચર પણ કરાવી આપ્યું.