બારડોલીના બાબેન ખાતે રહેતા ગુજરાતી કોમિડિયન તરીકે ઓળખ ઊભી કરનાર નીતિન જાની જેઓ યુટ્યુબ ચેનલ ચલાવે છે તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ટાઉટે વાવાઝોડામાં બેઘર બનેલા લોકોને આર્થિક કરી ગુજરાતના ખજુરભાઈને લોકો ગુજરાતના સોનુ સુદ માનવા મંડ્યા છે.
તેમને જ્યા પણ જરૂરિયાત મંદ લોકો દેખાય કે તે ત્યાં તરત જ મદદ કરે છે.આજ સુધી ખજૂર ભાઈએ ગણા ગરીબ લોકોની મદદ કરી છે. હાલ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં એક છોકરો સાઇકલ લઈને તેમની ગાડી પાછળ પાછળ આવી રહ્યો હતો. જેને જોઈને ખજૂર ભાઈને લાગ્યું કે તે છોકરાને તેમની સાથે જ મળવું છે. તો તેમને તેમની ગાડી સાઈડમાં કરી છોકરાને મળ્યો.
છોકરાએ તેમને તેમના ઘરે આવવાનું જણાવ્યું. કે ખજૂર ભાઈ તમે મારા ઘરે કયારે આવશો. તો ખજૂર ભાઈએ કહ્યું કે હું તારા ઘરે ચોક્ક્સ આવીશ. દીકરાની સ્થિતિ નબળી લગતા તેમણે મદદ માટે પૂછ્યું.
છોકરાએ જણાવ્યું કે તેના પરિવારથી આર્થિક સ્થિતિ ખુબજ સામાન્ય છે માટે તે બે નોકરીઓ કરે છે.તેનાથી તેને દિવસના ફક્ત ૨૦૦ રૂપિયા જ મળે છે. આ જ પૈસાથી તેનો ઘર પરિવાર ચાલે છે. તેમની વાત સાંભળીને ખજૂર ભાઈ ખુબજ દુઃખી થયા અને દીકરાને તરત જ ૮ હજાર રૂપિયા આપ્યા તો દીકરાએ પહેલા તો પૈસા લેવાની ના પડી પણ ખજૂર ભાઈએ તેને પૈસા આપ્યા.