સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ લુકાછુપી પછી કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ છે શહજાદા. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ મોરિશિયસમાં પૂર્ણ કરવામાં આવ્યું. જોકે ત્યાંથી પરત ફરતી વખતે એરપોર્ટ ઉપર કેટલાક એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેને લઇને ચર્ચાઓ શરૂ થઈ છે કે કાર્તિક આર્યન અને ક્રિતી સેનન એકબીજાને ડેટ કરી રહ્યા છે.
તાજેતરમાં જ બોલિવૂડના ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કર્યા છે. તેવામાં બોલિવૂડમાં વધુ એક જોડી બની ચૂકી છે. આ ખૂબ જ સામાન્ય વાત છે કે અભિનેતા અને અભિનેત્રી ફિલ્મોમાં સાથે કામ કરતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે. હવે આવું જ કંઈક કાર્તિક આર્યન અને કૃતિ સેનન સાથે થયું હોવાની ચર્ચાઓ થવા લાગી છે.
તાજેતરમાં જ તેવો ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ ઉપર જ્યારે તેઓ પોતાની કારમાં બેસીને જવાની તૈયારી કરતા હતા તે પહેલા તેઓ એકબીજાની નજીક આવ્યા અને એકબીજાને ગળે લગાડ્યા. જે રીતે બન્ને એકબીજાને ગળે લગાડ્યા તે કેમેસ્ટ્રી જોઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જોકે ફક્ત વીડિયોના આધારે ડેટિંગની વાતો શરૂ થઈ નથી. મોરેશિયસમાં શૂટિંગ દરમ્યાન સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન અને કૃતિ સેનન સાથેની એક તસવીર પણ શેર કરી હતી. આ તસવીરો કેપ્શનમાં કાર્તિકે લખ્યું હતું કે, ક્યુટ યુવતીને મળ્યો…
આ સિવાય ક્રિતી સેનન અને ઇંસ્ટાગ્રામ ઉપર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે બંને એક જ કારમાં જોવા મળ્યા અને એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરતા હતા. વીડિયોમાં કાર્તિક આર્યન તેના ફેન્સને પૂછે છે કે શું તે ટેન દેખાય છે ? તો આ વાતનો જવાબ પ્રીતિ આપે છે અને કહે છે કે હા તમે છો…
કાર્તિક આર્યન ના વીડીયો અને ફોટો ઉપર તેના ચાહકો પણ કોમેન્ટ કરવા લાગ્યા છે કે તે બંને એકબીજા માટે પરફેક્ટ છે. એક યૂઝરે લખ્યું છે કે તમારું બોન્ડિંગ મને પસંદ છે. કેટલાક ચાહકો એ તો તેનું નવું નામ કારિતી પાડી દીધું છે…
View this post on Instagram