સુરતમાં કામરેજના ખોલવડમાં સગીરે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 13 વર્ષીય સગીરના આપઘાત પાછળ માતાનો પ્રેમ ન મળતો હોવાનું અને તેને મળવાની ઈચ્છા હોવાનું કારણ સામે આવ્યું છે.
સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી.
પોતાની માતાને મળવા માટેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ પોલીસે જણાવ્યું હતું કે, આપઘાત કરનાર સગીરની સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી.
પોતાની માતાને મળવા માટેનો ઉલ્લેખ પણ એણે સુસાઇડ નોટ માં કર્યો છે. માતાને મળવું હોય તો તારા પપ્પાને કહે કે, મને કાંઈ ના કરે એવો પણ મેસેજ જાણવા મળ્યો છે. હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની તપાસ હાથ ધરી છે.
પપ્પા મારે તો મરવું ન હતું, પણ શું કરવું. બાવાએ આજ મને કીધું તમે ગયા પછી તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહે કે, મને કંઈ ના કરે. પછી મેં વિચાર્યું કે શું કરવું, મેં વિચાર્યું કે આત્મહત્યા કરું.