કાજલ મહેરીયા લોકગાયિકા પર હુમલો, તેને સારવાર માટે હોસ્પિટલ પોહચાડી, કોને હુમલો કર્યો જાણો?…

લોકો પહેલાંની વાતો યાદ રાખીને કેવો દાવ રમીને નુકશાન પહોંચાડી શકેનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વાત છે આપણાં ગુજરાતની એક લોક ગાયિકા કાજલ મહેરિયાની. થોડા મહિનાઓ પહેલા તેમની સાથે એક વ્યક્તિ કામ કરતો હતો. તે વ્યક્તિ કોઈને કોઈ બહાને કાજલ પાસેથી પૈસા પડાવતો હતો. આ પછી જ્યારે કાજલએ પૈસા આપવાની ના કહી તો તે કામ છોડી ચાલ્યો ગયો હતો.

 

પછી જ્યારે કોઈ ડીજેના પ્રોગ્રામમાં તે કાજલને બોલાવતો હતો તો કાજલ જતી હતી નહીં. આ વાતને મનમાં રાખીને આ વ્યક્તિ કે જેનું નામ રમુભાઈ રબારી હોવાનું બહાર આવ્યું છે તે કાજલ તરફથી ખૂબ દુખી થયો હશે અને તેણે પછી કાજલના જયા જયા પરોગરમ હોય ત્યાં તેની જાણ રાખવા લાગે છે.

 

એક ડીજે કાર્યક્રમ પર જતાં કાજલની ફોર્ચ્યુનર ગાડી પાટણના ધારપુરમાં ડેરી પાસે આ વ્યક્તિ કે જેનું નામ રમુભાઈ છે તે રોકાવે છે અને ધોકાની મદદથી ગાડીના કાચ તોડી નાખે છે. આ કામમાં તેની સાથે બીજા 4 લોકો પણ હતા. આ ઝપાઝપી દરમિયાન કાજલની એક હાથ પાસેની ટીશર્ટ ફાડીને તેણે ગળામાં પહેરેલ 3 લાખની સોનાની કંઠી પણ લૂટી લેવામાં આવી હતી.

 

હાલ કાજલએ આ રમુભાઈ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમાં તેમણે તેમની સાથે બની ગયેલ આખી ઘટના વિષે જણાવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ હવે બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Leave a Comment