બોલિવૂડ ડીવા કેટરિના કૈફને દર્શકોએ ઘણા અવતારમાં જોયા છે. ‘રાજનીતિ’માં તે રાજકારણી તરીકે જોવા મળી હતી. ‘ધૂમ 3’માંતેને જીમ્નાસ્ટ તરીકે જોવા મળી હતી અને એક થા ટાઈગરમાંસલમાન ખાન સાથે કેટરીના કૈફે જાસુસની ભુમીકા ભજવી હતી. કાશ્મીરી-બ્રિટિશ બ્યુટી કેટરીના કૈફ કોઈપણ પાત્ર ભજવી શકે છે. તે ખુબ જ આસાનીથી રોલ નિભાવી શકે છે.
ખાસ કરીને ભારતીય બ્રાઇડ તો તેને કેટલી વાર ઓનસ્ક્રીન બનેલ જોવા મળી છે. આજકાલ કેટરીના કૈફ તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિકી કૌશલ સાથે સાત ફેરા લેશે. બંનેએ રાજસ્થાનમાં વેન્યુ પણ જોઈ લીધું છે. આજે અમે તમને કેટરિના કૈફના એવા જ બ્રાઈડલ લૂક્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે આપણે બધાએ ફિલ્મોમાં જોઈ છે.
‘બાર બાર દેખો’ ફિલ્મમાં કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી બની હતી. આ દરમિયાન કેટરિનાએ લાલ રંગનો શિમરી લહેંગા પહેર્યો હતો. હાથમાં લાલ બંગડી, કપાળ પર મોટી લાલ બિંદી, આછું માંગ ટીકો અને ગળામાં ભારે સેટ ની સાથે બ્લેક ચશ્માં પહેર્યા હતા. જેમાં કેટરીનાનો સ્વેગ સારો જોવા મળ્યો હતો.
ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’માં કેટરીના કૈફે મંડપમાં ઘોડા પર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન તેણે મેજેન્ટા અને ઓરેન્જ લહેંગા અને ગોલ્ડન ચોલી પહેરી હતી. વાળ ખુલ્લા રાખ્યા હતા અને હેવી જવેલરી પહેરી હતી.
કેટરીના કૈફે ફિલ્મ ‘હમકો દિવાના કર ગયે’માં જીયા યશવર્ધનનો રોલ કર્યો હતો.આ ફિલ્મમાં કેટરીના લગ્નના મંડપમાં બહુ ખુશ દેખાતી ન હતી, પરંતુ ઘણા લોકોની નજર પેસ્ટલ પિંક હેવી વર્કના લહેંગા પર જ હતી. તેની લાલ બિંદી અને ન્યુડ મેકઅપ સાથે સ્મોકી આંખો ને દર્શકોનું દિલ જીતી લીધું હતું.
‘જબ તક હૈ જાન’માં શાહરૂખ ખાન સાથે કેટરીના કૈફે ખુબ જ સિમ્પલ બ્રાઈડલ લુક રાખ્યો હતો. મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી લાલ સાડી ની સાથે તેણે કોઈ પણ પ્રકારની જવેલરી પહેરી નહતી. સાડીમાં સિલ્વર હેવી વર્ક અને વચ્ચે મોતી હતાં.
ફિલ્મ ‘નમસ્તે લંડન’માં કેટરિના કૈફના બે બ્રાઈડલ અવતાર જોવા મળ્યા હતા.એક માં તે ઓરેંજ લહેંગામાં જોવા મળી હતી જેની સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી હતી. બીજી તરફ, તે સફેદ ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે તે લંડનમાં તેના બોયફ્રેન્ડ સાથે ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કરતી જોવા મળી હતી.
ફિલ્મ ‘રજનીતિ’ કેટરીના કૈફની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં પણ કેટરીના બ્રાઈડલ અવતારમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે લાલ રંગનો લહેંગા પહેર્યો હતો અને સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી હતી.
ફિલ્મ ‘સિંઘ ઈઝ કિંગ’માં અક્ષય કુમાર સાથે કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે બ્રાઇડલ લૂકમાં જોવા મળી હતી, ત્યાં તેણે પેસ્ટલ અને રેડ કલરનો લહેંગા પહેર્યો હતો. ગળામાં ચોકર કુંદન સેટ અને હળવું માંગ ટીકો લગાવ્યો હતો. હાથમાં મહેંદી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી.
કેટરીના કૈફ એક એડમાં પણ બ્રાઈડલ લુકમાં જોવા મળી છે. આ દરમિયાન તેણે મિરર વર્ક ચોલી અને પ્લેન લહેંગા પહેર્યો હતો, તેના પણ ગોલ્ડન બોર્ડર જોવા મળી હતી. કેસરી રંગના દુપટ્ટા સાથે કેટરિનાએ લુક પૂરો કર્યો. જ્વેલરીમાં તેણે માત્ર ચાંદ બાલી અને માંગ ટીકો જ લગાવ્યો હતો.
ઘડિયાળની જાહેરાતમાં કેટરિના કૈફ પણ બ્રાઈડલ લૂકમાં જોવા મળી છે. ગ્રીન પેસ્ટલ કલરના લહેંગામાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના પર ઝરી વર્ક અને ગોલ્ડન વર્ક હતું. અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને મેચિંગ જ્વેલરી પહેરીને લુક પૂરો કર્યો.