જૂનામાં જુની ઉધરસ અમુક મીનીટોમાં મટી જશે, કરો આ ઘરગથ્થુ ઉપચાર

સુકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે તે આપણને ખુબ જ હેરાન-પરેશાન કરી નાખે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી સિઝનમાં તરત જ શરદી, ખાંસી થઈ ઉધરસ થઈ જવાનો ડર રહે છે.

જો કે લોકોને બદલાતી સિઝનમાં ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ કે જેનાથી ઉધરસથી છુટકારો મળે. ગરમી શરૂ થતાની સાથે જ ઠંડુ પાણી પીતા બાળકોનું ગળું પકડાઈ જાય છે, મોટા લોકો પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ઝડપથી આ સિઝનલ શરદી-ખાંસી અને ઉધરસના ચક્કરમાં ફસાઈ જાય છે. જો આ સમસ્યા તમને પણ થઈ હોય તો અપનાવી લો કેટલાક ઘરેલું ઉપાયો જે કરવામાં ખૂબ જ સરળ છે અને બધી વસ્તુઓ તમારા ઘરમાં જ ઉપલબ્ધ છે.

સૂકી ઉધરસ એટ્લે શું ? ઉધરસ ના બે પ્રકાર હોય છે, એક સૂકી અને બીજી કફ વાળી ખાંસી. સૂકી ઉધરસ ગળા અને નાક માં જીવાણુઓ ના સંક્રમણ થી થાય છે. જેમાં સૂકી ખાંસી વધારે પીડા દાયક હોય છે કારણ કે એના થી એ અનુભવ થાય છે કે ગળા માં કંઈક ફસાયેલું છે. અને સતત ગળા માં ખટપટ થયા કરે છે. જે વધુ પડતી દુઃખદાયક હોય છે. તો આજે અમે તમને આને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારી ખાંસી મટી શકે છે.

સૂકી ઉધરસ ના કારણો: સૂકી ઉધરસ ના આમ તો ઘણા કારણ હોય છે પણ નાક અને ગળા માં એલર્જી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઘણીવાર શ્વાસ ની બીમારી ના કારણે પણ સૂકી ઉધરસ થાઈ છે. શ્વાસ ની બીમારી માં પ્રમુખ રીતે અસ્થમા અને ટી.બી. ની બીમારી છે. શરદી, ફ્લૂ અથવા વાઇરલ ઇન્ફેક્શન થઈ જાય તો એ પણ સૂકી ઉધરસ નું કારણ હોઈ શકે છે. કેટલીક દવાઓ ના સતત ઉપયોગ થી પણ તમને સૂકી ઉધરસ ની સમસ્યા થઈ શકે છે.

સૂકી ઉધરસ દૂર કરવા ના સરળ ઘરેલૂ ઉપાય
• લસણ: લસણ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે. જે તમારી ઉધરસ ને સારી કરી શકે છે. તો મિત્રો લસણ ને ઉકાળી, શેકી કે પછી ગરમ કરી ને મધ ની સાથે ખાવા થી સૂકી ઉધરસ માં જલ્દી આરામ મળે છે.

આદુ નો ઉકાળો: આદું નો ઉપયોગ એ બહુ જૂનો અને સારો ઉપાય છે. ઉધરસ ને દૂર ભગાડવા માટે આદુ નો ઉકાળો એક સારો ઉપાય છે. આદુ ને પાણી માં ઉકાળી થોડુ મધ ની સાથે પીવા થી ઉધરસ માં આરામ મળે છે.
લીંબુ અને મધ: મધ ની સાથે લીંબુ ના મિશ્રણ ના સેવન થી તમને ઉધરસ અને ખીચખીચ થી રાહત મળે છે.
હળદર: હળદર એક આયુર્વેદિક અને પ્રાકૃતિક સિજ છે. હળદર, તજ, કાળા મરી ને એક સાથે મિક્સ કરી ને તેનો ઉકાળો બનાવી ને પીવાથી ઉધારસ માં રાહત મળે છે.
ગરમ પાણી: ઉધરસ અને શરદી માટે નામક વાળા ગરમ પાણી ને સૌથી સારી દવા માનવા માં આવે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી મીઠું મેળવી ને કોગળા કરવા થી સૂકી ઉધરસ માં રાહત મળે છે. આવું કરવા થી ગળા નો દુખાવો પણ સારો થઈ જાય છે. આની સાથે જ સૂકી ઉધરસ થી પણ રાહત મળે છે.
કાળા મરી: કાળી મરી એ પોતાના પ્રાકૃતિક ઔષધીય ગુણો માટે ખૂબ જાણીતી છે. જેમાં ઉધરસ રોકવા ના આવશ્યક ગુણો પણ જોવા મળે છે. કાળા મરી ને દળી ને ત્યારબાદ એને ઘી માં સેકી ને ખાવા થી ઉધરસ થી રાહત મળે છે

ઉધરસને દૂર રાખવા કેટલાક નાના ઉપાયો :

– લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
– મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
– દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.
– થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.
– રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
– ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.

– હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
– હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.
– નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
– તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે.
– મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
– થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
– દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

Leave a Comment