જો તમે નવું વાહન લેતા હોય તો અકસ્માત થી બચવા માટે પહેલા કરો આ કામ

આજ ના સમય મા રોડ ઉપર ઘણા વાહનો દોડતા જોવા મળે છે. અત્યાર ના સમય મા વાહન જીવન નો મહત્વ નો અંગ બની ગયું છે. એમાય જો વાત કોઈ અંગત વાહન ની કરવા મા આવે તો બે વસ્તુઓ ઘરો મા વધુ ખરીદવાં મા આવે છે જેમાં પહેલું છે બાઈક, સ્કુટી, સાયકલ અને બીજું છે કાર. આ બન્ને વસ્તુ નુ લે-વેચ નો ક્રમ દરેક ઘર મા આખું વર્ષ ચાલ્યા જ કરે છે. એમાય જયારે ઘર મા નવું વાહન આવે તો આખું ઘર નુ વાતાવરણ આનંદમય બની જાય છે.

દરેક વ્યક્તિ ને નવી ગાડી નો નવો-નવો શોખ વધુ હોય છે પરંતુ ભારત મા રોજ ના ઘણા અકસ્માત સર્જાઈ છે. તેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. તેમાં ઘણી વાર વાહન અકસ્માત મા કુદરત નો પણ મોટો હાથ હોય છે. ઘણીવાર ભાગ્ય નબળું હોય તો અકસ્માત સર્જાતા વાર નથી લાગતી અને ઘણી વખત ભાગ્ય જોર કરતું હોય તો ભયાનક અકસ્માત માંથી પણ લોકો બચી જાય છે.

હવે જો આ વાત ને ધ્યાન મા રાખીએ તો આજે થોડા એવા ઉપાય અને વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે કોઈ નવું વાહન ખરીદે તેના માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શું કરવું જોઈએ નવા વાહન લીધા હોય ત્યારે. નવા વાહન લેવા સમયે ખાસ મૂહુર્ત નો ધ્યાન રાખવું જોઈએ.

જયારે પણ નવું વાહન ખરીદવાં મા આવે ત્યારે મૂહુર્ત નો ખાસ મહત્વ હોય છે અને જો શક્ય હોય તો શનિવાર ના દિવસે કોઇપણ નવા વાહન ની ખરીદી ના કરવી જોઈએ. ઘર મા નવું વાહન લાવ્યા બાદ તેની પૂજા-પાઠ જરૂર કરવી. તેની ઉપર ફૂલો ની માળા ચડાવવી, સાથીયા નું નિશાન બનાવી , વાહન સામે એક નારિયલ ફોડી આરતી ઉતારો અને પછી ભગવાન નું નામ લઈ વાહન નો ઉપયોગ કરો.

આ નવા લીધેલ વાહન મા ભગવાન ની છબી અચૂક રાખવી. જો કાર હોય તો મૂર્તિ અને કોઈ પણ ટુ-વ્હીલર હોય તો ફોટો કે સ્ટીકર લગાવી શકો છો. આનાથી એવું મનાય છે કે ભગવાન નો હાથ હોવાથી અકસ્માત અટકે છે.

જયારે નવા વાહન ને પહેલી વખત શો રૂમ થી ઘરે લાવતા હોય ત્યારે તેના પૈડા નીચે એક નારિયલ મૂકી ગાડી આગળ વધારો. આને એક શુભ શુકન માનવામાં આવે છે જેનાથી તમારું રક્ષણ થાય છે. આ બધા ઉપાય થી ખરાબ ભાગ્ય થી થતા અકસ્માત થી બચી શકાય છે. પરંતુ જો તમે ટ્રાફિક ના નિયમો નું ઉલ્લંઘન કરો છો અને બેદરકારી થી ગાડી ચલાવો છો તો પછી આ એક પણ ઉપાય કાઈ કામના નથી રેહતા.

 

Leave a Comment