ટ્વિટ ના કારણે જીગ્નેશ મેવાણી ની ધરપકડ પાલનપુરમાં સરકિટ હાઉસમાંથી કરવામાં આવી, વિમાનમાં બેસાડી આસામ લઈ જવામાં આવ્યા…

લોકો સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરતાં હોય છે. તેવા ગુજરાતના વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી ની ધરપકડ પાલનપુરમાં સરકિટ હાઉસમાંથી રાત્રે 11:30 એ કરવામાં આવી હતી. તેમજ જીગ્નેશ મેવાણી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે. હજુ સુધી આસામ પોલીસ દ્વારા એફ આઈ આર ની નકલ આપવામાં આવી નથી માટે જીગ્નેશ મેવાણી મુખ્ય કારણ શું છે ધરપકડ કરવાની તેની હજુ સુધી ચોક્કસ માહિતી મળી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વિટ ના કારણે જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરવામાં આવી છે.

 

ત્યારબાદ જીગ્નેશ મેવાણી ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ આસામ પોલીસ તેમજ ગુજરાત પોલીસ અમદાવાદ સુધી જીગ્નેશ મેવાણી ને રોડ મારફતે લઇ ગયા અને ત્યાંથી તેમને વિમાનમાં બેસાડી જીગ્નેશ મેવાણી ને આસામ લઈ જવામાં આવ્યા છે.

 

જીગ્નેશ મેવાણી એ જણાવ્યું

જીગ્નેશ મેવાણી મોડીરાતે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મીડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હજુ સુધી એફ આઈ આર ની નકલ આપવામાં આવી નથી ફક્ત એટલું જણાવવામાં આવ્યું છે કે કોઈ બીટ ના કારણે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ શાંતિની અપીલ કરી છે. પરંતુ આના માટે મારા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ભાજપની સરકાર તાનાસાહી સરકાર છે તે લોકોને ડરાવવા નું કામ કરી રહી છે

ત્યારબાદ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ની મુલાકાતે ગયા હતા ત્યારે મીડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ ખૂબ ગંભીર મુદ્દો છે અને આના વિષે ચોક્કસ પગલાં લઈશું કારણકે ભાજપની સરકાર લોકોને ડરાવવા ધમકાવવા નું કામ કરે છે.

Leave a Comment