જાપાનમાં થતું સૌથી મોંઘું તરબૂચ, જેની કિમત હજારો નહીં પણ લાખો રૂપિયામાં

આજે અમે તમને એક એવા તરબૂચ વિષે જણાવશું જેની કિમત હજારો નહીં પણ લાખો રૂપિયામાં છે.

 

વિશ્વના સૌથી મોંઘા તરબૂચનું નામ છે Densuke Watermelon. આ તરબૂચ ફક્ત જાપાનમાં જ ઊગે છે. જાપાનમાં એક આઇલેન્ડ છે. Hokkaido આ જગ્યાએ જ તેને ઉગાડવામાં આવે છે. બહુ ઓછા લોકો આ તરબૂચ ચાખી શકે છે. તમને જણાવી દઈએ કે આની કિમત 4.5 લાખ રૂપિયા છે.

 

ડેન્સ્યુક તરબૂચ તરબૂચની એક દુર્લભ પ્રજાતિ છે. તેને બ્લેક તરબૂચ પણ કહેવામાં આવે છે. તેમનો સ્વાદ અલગ છે અને તેઓ ખૂબ જ મીઠી અને ક્રિસ્પી હોય છે. તેમાં અન્ય તરબૂચ કરતાં ઓછા બીજ હોય છે. આ તરબૂચના માત્ર 100 પીસ જ દર વર્ષે ઉગે છે. તેથી તેઓ સામાન્ય બજારમાં વેચાતા નથી.

 

આ તરબૂચની બોલી લાગે છે. દરવર્ષએ આ તરબૂચની બોલી જાપાનમાં લાગે છે જે સૌથી વધુ બોલી લગાવે છે તેને આ મોકલી આપવામાં આવે છે. ગયા વર્ષએ કોરોનાને કારણે આનું વેચાણ જોઈએ એવું થયું હતું નહીં. પણ આ વર્ષએ ફરીથી તેની નીલામી કરવા તેને માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યું છે.

 

આ તરબૂચનો બહારનો ભાગ ચળકતો અને કાળો હોય છે. બાકીના તરબૂચ કરતાં અંદરનો ભાગ વધુ કડક અને લાલ રંગનો મીઠો હોય છે. નોંધનીય છે કે આ જાતિના દરેક ફળ મોંઘા વેચાતા નથી, પરંતુ પ્રથમ પાકમાં જે ફળ આવે છે તે જ મોંઘા વેચાય છે. ત્યારપછીના પાકમાંથી મેળવેલ તરબૂચ રૂ.19 હજાર સુધી વેચાય છે.

 

આને જાપાનની બહાર લઈ જઈ શકાતું નથી. જો કે હવે તેના બીજ એ યુરોપ અને અમેરિકામાં મળવા લાગ્યા છે પણ હવે ત્યાં તેને ઉગાડવા માટે સફળતા મળી નથી આ તરબૂચનો વેલો ખૂબ ફેલાય છે એટલે કતે જલ્દી કોઈપણ જગ્યાએ વાવવામાં નથી આવતું. આ ઘણા મહિનાઓ સુધી તેની દેખભાળ પણ કરવી જરૂરી છે.

 

આ તરબૂચને ખાસ ક્યુબિક બોક્સમાં પેક કરવામાં આવે છે જેથી તેને નુકસાન ન થાય. તેની સાથે એક પ્રમાણપત્ર પણ જોડાયેલ છે જે સાબિત કરે છે કે આ દુર્લભ તરબૂચ ડેન્સુક છે. લોકો ખાસ પ્રસંગ કે લગ્ન પ્રસંગે લોકોને ભેટ પણ આપે છે.

Leave a Comment