જાણો તમારી રાશી પરથી તમારી બધીજ ખામીઓ, અને લાવો તે ખામીઓમાં સુધારો…

પોતાની રાશિની જાણ દરેક વ્યક્તિને હોય છે. દરેકની રાશિમાં કંઈક સારું અને કંઈક ખરાબ લખેલું હોય છે. ઘણા લોકોને તો પોતાની રાશિમાં લખેલી વાતો પર એટલો વિશ્વાસ હોય છે કે તેઓ કોઈ પણ કામ તેની અનુસાર કરવાનું ચોક્કસ પસંદ કરે છે.

જેમકે આપણે બધા જાણીએ છીએ કે રાશિચક્રમાં કુલ ૧૨ રાશિઓ હોય છે અને દરેક રાશિના પોતાના ગુણ અને દોષ હોય છે. આજે અમે વાત કરીશું આવી જ ૧૨ રાશિઓના દોષ વિશે. પોતાની ખૂબીઓ કરતાં લોકોએ પોતાની ખામીઓથી અવગત રહેવું જોઈએ.

ખામીઓ વિશે જાણ હોય તો જ તમે તેમાં ચોક્કસ સુધારો લાવી શકો છો. તો ચાલો જાણીએ કે કઈ રાશિમાં કઈ ખામી રહેલી હોય છે.

મેષ રાશિ :- આ રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે. કોઈપણ નાની વાતમાં તેમને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. વધારે ગુસ્સો આવવાને કારણે તેઓ પોતાના પર નિયંત્રણ રાખી શકતા નથી અને તેમનું આવું વર્તન તેમણે સફળ થવા થી રોકે છે.

વૃષભ રાશિ :- વૃષભ રાશિવાળા લોકો ખૂબ જ પઝેસિવ હોય છે. તે પોતાના સંબંધોમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી પસંદ કરતા નથી. તેમનામાં ઈર્ષ્યાની ભાવના ઠાંસી-ઠાંસીને ભરેલી હોય છે.

આ રાશિવાળા લોકો પોતાના સંબંધોમાં સ્થિરતા છે. સ્વભાવ જિદ્દી હોવાને કારણે તેમને મનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

મિથુન રાશિ :- મિથુન રાશિવાળા લોકોનો સ્વભાવ ખૂબ જ મુડી હોય છે. તેઓ કોઈપણ કામ પોતાના મુડનાં હિસાબથી કરે છે. મુડ સ્વિંગ્સ થવાને કારણે તેમના અંગત સંબંધોમાં પણ તિરાડ પડવા લાગે છે. આ રાશિના લોકોમાં પરસ્પર મતભેદ રહે છે.

કર્ક રાશિ :- કર્ક રાશિવાળા લોકો ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેમને નાની નાની વાતોમાં ખરાબ લાગી જતું હોય છે. આ રાશિવાળા લોકો ડિપ્રેશનના શિકાર વધારે બને છે. તેમના મગજમાં હંમેશા નકારાત્મક વાતો ફરતી રહે છે. આ લોકો ખરાબમાં ખરાબ વિચારસણી રાખતા હોય છે.

સિંહ રાશિ :- સિંહ રાશિવાળા લોકોનો ડોમિનેટીંગ સ્વભાવ માનવામાં આવે છે. આ લોકોને અન્ય લોકો પર હુકમ ચલાવવો સારો લાગે છે. આ રાશિના લોકોમાં ગમન ખૂબ જ વધારે હોય છે અને તેમની સૌથી મોટી ખામી હોય છે. અન્ય લોકો પર હુકમ ચલાવવામાં તેમને પોતાની શાન લાગે છે.

કન્યા રાશિ :- કન્યા રાશિ વાળા લોકો કોઈપણ વ્યક્તિની ભૂલને જલ્દી માફ કરતા નથી. ભૂલને ભૂલવામાં આ લોકો ખૂબ જ વધારે સમય લેતા હોય છે. આ રાશિના લોકો ખૂબ જ ચુઝી પણ હોય છે.

દરેક ચીજમાં તેમની પોતાની પસંદ અને નાપસંદ હોય છે. આ લોકો લડાઈ કરવામાં સૌથી આગળ હોય છે અને તેઓ નાની-નાની વાતો પર લડાઈ ઝઘડા કરવા લાગે છે.

તુલા રાશિ :- તુલા રાશિના લોકો પોતાના નિર્ણયને જાતે લેવામાં અસમર્થ હોય છે. પોતાના નિર્ણય માટે તેઓ કોઈને કોઈ વ્યક્તિ પર નિર્ભર રહેતા હોય છે.

આ રાશિના લોકો અન્ય લોકોની વાતોથી જલ્દી આકર્ષિત થઇ જતા હોય છે. તેમનો વિચાર સ્થિર રહેતા નથી. તેઓ દરેક સમયે પોતાનો વિચાર બદલતા રહે છે.

વૃશ્ચિક રાશિ :- વૃશ્ચિક રાશિના લોકોમાં બદલો લેવાની ભાવના ખૂબ જ વધારે હોય છે. બદલો લેવા માટે આ રાશિના જાતકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

જ્યાં સુધી તેઓ બદલો ન લે ત્યાં સુધી તેમને ચેન પડતો નથી. આ રાશિના લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ પઝેસિવ હોય છે.

ધન રાશિ :- ધન રાશિ વાળા લોકોની જીભ ખૂબ જ તેજ ચાલતી હોય છે. તેઓ એવા શબ્દોનો પ્રયોગ કરતાં હોય છે, જેના કારણે કોઈપણ વ્યક્તિને દુ:ખ પહોંચી શકે છે. તેમની કડવી વાતો થી લોકો આહત થઈ શકે છે.

આ રાશિના લોકો પોતાની વાતો ઉપર પણ ટકી શકતા નથી. તેમનો મુડ દરેક સમયે બદલતો રહે છે. અત્યારે કંઇક વિચારી રહ્યા હોય તો થોડા સમય બાદ ફરી કંઇક વિચારી રહ્યા હોય. આ લોકો ક્યારેય પણ એક નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી.

મકર રાશિ :- મકર રાશિના લોકો અન્ય લોકોની ઈજ્જત કરતા નથી. તેઓ કોઈપણ વ્યક્તિનું અપમાન કરી નાખતા હોય છે. અન્ય લોકોની લાગણી થી તેમને વધારે મતલબ હોતો નથી.

આ રાશિના લોકોનાં પોતાના અલગ કાયદા-કાનુન હોય છે. તેઓ કોઈપણ નિયમ પાળવામાં વિશ્વાસ રાખતા નથી.

કુંભ રાશિ :- કુંભ રાશિવાળા લોકો અન્ય લોકોથી દૂર રહેવું પસંદ હોય છે. આ રાશિના જાતકોને હળવું-મળવું વધારે પસંદ હોતું નથી. આ રાશિના લોકો ઈન્ટ્રોવર્ટ હોય છે.

તેમને એકલા રહેવું વધારે પસંદ આવે છે. આ રાશિના જાતકો પોતાનું જીવન પોતાના રીતે જીવતા હોય છે. આ રાશિના લોકો ક્યારેક ક્યારેક હિંસક પણ બની જતા હોય છે.

મીન રાશિ :- મીન રાશિવાળા લોકો પોતાની અલગ દુનિયામાં રહેતા હોય છે. આ લોકો મોટાભાગે કન્ફ્યુઝ રહેતા હોય છે. તેમને પોતાની જરૂરિયાતોની સમજ હોતી નથી.

મીન રાશિવાળા લોકોને સમજમાં આવતું નથી કે આખરે તેઓ જીવનમાં શું કરવા માંગે છે. તેઓ પોતાના સપનાઓની દુનિયામાં રહેતા હોય છે.

Leave a Comment