જાણો કોણ છે આ સુરતનો ડોન MLA મનુ ડાયા પીઠવડીવાળા; જાણો તેમના અભિયાન વિશે…

1980 ના સમયગાળામાં સુરતમાં ગુજરાત બહારના હિન્દીભાષીઓનું રાજ હતું. હપ્તા વસુલી નાના મોટા વેપારીઓને ડરાવવા, ગુંડાગર્દી કરનારા મુખ્યત્વે યુપી બિહારના લોકો હતા.

પરંતુ સૌરાષ્ટ્રના એક યુવકે તેમને આકરી ચેલેન્જ આપી હતી. સૌરાષ્ટ્રમાંથી વેપાર કરવા ગયેલા વેપારીઓને તેમનો ત્રાસ સહન કરવો પડતો હતો.

ત્યારે તેણે એક સાથે ૫૦૦ જેટલા લોકો સાથે રાખી મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું.

હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન કર્યું હતું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારીને સુરતથી હાકી કાઢ્યા હતા.

ત્યાર બાદ સુરતમાં પાટીદારોનો દબદબો વઘ્યો. જયારે મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા.

૮૦ નાં દાયકામાં જ્યારે દુષ્કાળની સ્થિતિ આવી ત્યારે હરેક સમાજને આશરો આપનાર, અપક્ષમાંથી ઉભા રહીને જીતી જનાર MLA શ્રી મનુભાઈ ડાયાભાઇ પીઠવડીવાળા તરીકેની ઓળખ ઊભી કરી હતી.

કોઇને દિકરી પરણાવી હોય કે કોઈ ના પૈસા કોઈ આપતું ના હોય આવા તમામ સમસ્યાનું સમાધાન ત્વરીત કોટૅ કચેરી કે પોલીસ સ્ટેશને ગયા વગર મનુભાઈ ઉકેલી દેતા.

Leave a Comment