પુષ્પા બીજો ભાગ આવે એ પહેલા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનએ જણાવ્યું કે પુષ્પા નો ખભો વાંકો જ કેમ રહે છે ? જાણો આગળ..

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા કોરોના ના સમયે પણ બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને ક્રિટિકસ નો પણ ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

આ ફિલ્મને લોકપ્રિયતા મળી પરંતુ ઘણા બધા વિવાદોમાં પણ રહી હતી. નિર્માતાઓએ ફિલ્મની રજૂઆત પછી ઘણા બધા દ્રશ્યો હટાવવા પડ્યા હતા. હવે ફિલ્મના નિર્માતાઓએ દર્શકોને એક વિશેષ ભેટ આપી છે. જેમા ફિલ્મ નિર્દેશક દ્વારા આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. એ સીન પણ ખુબ જ પ્રશંસા પામ્યો છે.

આ સીનને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સીન હિન્દીમાં છે. સોશિયલ મીડિયામાં હાલમાં જે વિડીયો વાઇરલ થવા લાગ્યો છે. ફિલ્મ માંથી ડીલીટ કરેલા આ સિંહ નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ જોઈ લો એ વિડિયો.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ હિટ થયા પછી દર્શકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ફિલ્મના હીરો પુષ્પા નું પાત્ર લોકોના માનસપટ પર અમીટ છાપ ઊભી કરી ચૂક્યું છે. કોઈપણ વ્યક્તિ પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો પોતાનું સપનું અવશ્ય પૂરું કરી શકે છે એ વાતને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મમાં પુષ્પા નો એક ખભો વાંકો બતાવવામાં આવ્યો છે પરંતુ એવું કેમ છે એનું કોઈ કારણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું નથી. શું આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે ? પુષ્પાની પગ પર પગ ચડાવીને બેસવા ની આદત એની અકડતાને રજુ કરે છે. એ વાત દરેક વ્યક્તિની સમજમાં આવે છે પરંતુ એના ખભા વિશે કોઈપણ કારણ જાણવા મળતું નથી.

પુષ્પા નો ખંભો વાંકો રહેવા પાછળનું કારણ જણાવતા ડિરેક્ટર સુકુમારે જણાવ્યું હતું કે, જ્યારે પોતે અલ્લુ અર્જુન ની એક જૂની ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે એક સીનમાં કુદરતી રીતે જ એનો ખભો વાંકો થઈ જાય છે.

એ સમયે તેનો લુક સૌથી વધુ અપીલિંગ લાગે છે. આજ લુક સમગ્ર ફિલ્મમાં જાળવવાના હેતુથી એમણે આ પ્રયોગ કર્યો હતો. જે સફળ રહ્યો.

આ વિશે અલ્લુ અર્જુને જણાવતાં કહ્યું હતું કે જ્યારે તેને ખભો આ રીતે રાખવાનું કહેવામાં આવ્યું ત્યારે એ રીતે પ્રયત્ન કર્યો હતો. જો કે જે કહો તે નમાવીને રાખવાનો હતો એનું ઓપરેશન થયેલું છે. અને ફિલ્મમાં આ રીતે ખભો રાખવાના કારણે તેને અસહ્ય દુખાવો થતો હતો.

ફિલ્મનું શૂટિંગ શરૂ થયાને બે વર્ષ જેટલો સમયગાળો પસાર થયો હોવા છતાં આજે પણ ઘણી વખત ખભામાં દુખાવો થઈ જાય છે.
સાઉથ ફિલ્મ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદના અભિનીત આ ફિલ્મ પુષ્પા બમ્પર કમાણી કરી રહી છે.

આ ફિલ્મ રીલિઝ થયાને બે અઠવાડીયા જેટલો સમય થયો હોવા છતાં પણ 300 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી ચૂકી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદના દ્વારા અભિનીત આ ફિલ્મ આખા ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી.

હિન્દી સિનેમા ઘરોમાં પણ આ ફિલ્મ દર્શકોને ખેંચવામાં સફળ રહી. આ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 56 કરોડો રૂપિયાની કમાણી કરી છે. નોંધનીય વાત એ છે કે આ ફિલ્મે કમાણીની બાબતમાં સત્યમેવ જયતે, લાસ્ટ જેવી બોલીવુડ ફિલ્મોને પણ ટક્કર આપી છે.

Leave a Comment