જાણો મૌલાનું કટ્ટર પંથી બનવા પાછળ કારણ; ત્યારબાદ આવી રીતે આવ્યો કમર ગનીના સંપર્કમાં…

ધંધુધાના કિશન ભરવાડે કરેલી ધર્મને લગતી ટીપ્પણી આટલુ મોટુ સ્વરૂપ ધારણ કરશે અને તેમાં તેનો જીવ જશે તેની કોઈને પણ કલ્પના નહીં હોય, પણ આ હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાય છે.

રાજયના નાના મોટા શહેરોમાં ધરણા અને પ્રદર્શન કરી વિરોધ થઇ રહ્યા છે. બીજી તરફ આ મામલે ગુજરાત એટીએસ સહિત વિવિધ એજન્સીઓ તપાસ એજન્સીની કામે લાગી ગઈ છે.

મૌલાના મહંમદ ઐયુબ 2002ના રમખાણો સમયે ગાંધીનગર જિલ્લાની એક મસ્જિદમાં એક સામાન્ય બાંગી હતો, ત્યારે તેના પર હુમલો કરાયો હતો. આ હુમલાનો બદલો લેવા તે કટ્ટરપંથી બની ગયો હતો.

2002માં થયેલા હુમલાના બદલાની ભાવનાથી પીડિતા મૌલાના ઐયુબે અમદાવાદના જમાલપુરની દરગાહમાં આશરો લીધો અને ત્યાર બાદ ક્રમશ ષડયંત્ર ઘડવાનું ચાલુ કર્યું. સાથ દેવા માટે કટ્ટરવાદી વિચારધારા જેવા લોકો મળ્યા ન હતા.

ભૂત ને પીપળો મળે એમ મૌલાના ઐયુબને સોશિયલ મીડિયામાં તેના જેવી જ વિચારધારા ધરાવતો દિલ્હીનો મૌલાના કમર ગની ઉસ્માની મળ્યો. કમરગની અને ઐયુબની વચ્ચે મુલાકાત 2002માં થઇ .

જેમાં તેણે તેની સાથે ગાંધીનગરમાં બનેલી ઘટના વિશે વાત પણ કરી હતી અને તેણે ધર્મના નામે કંઇ ખોટું નથી એવું પણ કહ્યું હતું.

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7 મુસ્લિમ આતંકીની ધરપકડ થઈ ચૂકી છે.

આ ઉપરાંત મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનની ATS દ્વારા ધરપકડ કરાઈ છે.

Leave a Comment