જાણો કેવો છે કિશન ભરવાડના ઘરનો માહોલ, કિશન ગયા પછી બેભાન રહે પત્ની, સોશિયલ મીડિયા માં 1.5 લાખથી વધુ ફોલ્લોઅર્સ…

કિશન ભરવાડની હત્યાનું ગ્રાઉન્ડ ધંધુકાનો મોઢવાડા છે પણ આજે કિશનને મળવા આવનારાઓ માટે વતન ચચાણા ખાતેનું ઘર જ મૂળ સ્થાન છે. રોજ સંખ્યાબંધ લોકો કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવે છે.

કિશનની મોટી ફોટો પાસે તેના પિતા હાથ જોડીને સૌની સંવેદના સમજે છે.

લોકો એક બેની સંખ્યામાં તો અમુક લોકો પોતાના ગ્રૂપ સાથે મુલાકાત લઈ રહ્યા છે, તેને પુષ્પાંજલી આપી રહ્યાં છે, અને કિશનના ફોટો સાથે સેલ્ફી પણ લઇ રહ્યાં છે. પરિવારના લોકો આવનારા લોકો માટે પાણી અને ચાની વ્યવસ્થા પણ કરી રહ્યાં છે.

ધંધુકા – લિંબડી હાઇવે પર ચચાણા ગામમાં પ્રવેશતાની સાથે બાજુનો રસ્તો કિશનના મુળ ઘર એટલે કે ખેતીની વસ્તુ રાખવા માટેના જૂના ઘર સુધી જાય છે, આજ વરંડો આજકાલ ધાર્મિક અને રાજકીય નેતાઓની અવરજવરનું કેન્દ્ર બની ગયો છે.

અહીં સુવિધા માં નાનકડી ઓરડી જ છે. વરંડામાં પ્રવેશતા એક તરફ મહિલાઓનાં રુદન કાને પડે છે. જુવાનજોધ દીકરાનું આ રીતે થયેલું મૃત્યુ કોઈની પણ આંખો ભીની કરે એ દેખીતી વાત છે.

તો કિશનની નાની દીકરીને પણ લોકો ફેરવીને રહ્યા છે તો તેને પણ ઇન્ફેક્શન લાગી રહ્યો છે. તો કિશનના ગયા પછી તેની પત્નીની પણ તબિયત સારી નથી. એ હજુ આઘાતમાંથી બહાર આવી શકી નથી.

તો કિશન સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી હતો . તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક લાખ પાંચ હજાર કરતા પણ વધુ ફોલોવર્સ હતાં . લોકો અવારનવાર તેની સાથે સેલ્ફી લેતા નજરે ચડતા હતા.

Leave a Comment