જાણો ચિંતા અને તણાવ નું કારણ અને એ પણ આપણા ભારત દેશ માં સ્ત્રીઓ માં પુરુષો કરતા વધારે જોવા મળે છે

 આપણા ભારત દેશ માં અભ્યાસ પરથી એવું કહેવામાં આવ્યું છે કે પુરુષો કરતા મહિલાઓ વધુ ડિપ્રેશન અને ચિંતા થી વધુ તણાવ માં રહેતા હોય છે. ધ લાંન્સેટ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડિપ્રેશન અને ચિંતા થી  મહિલાઓ આત્મહત્યા જેવા પગલાઓ વધારે લે છે.

ભારતમાં આ પહેલો સૌથી મોટો અભ્યાસ છે આવી માનસિક બીમારીઓનો અને જેણે શોધી કાઢ્યું છે કે ૧૯૯૦ થી ૨૦૧૭ દરમિયાન દેશમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રોગો બેગુણા થઇ ગયા છે. દેશમાં ૩.૯% સ્ત્રીઓ એંગ્નજાઈટી નો શિકાર છે, જ્યારે પુરુષોનું સ્તર ૨.૭% એટલે કે સ્ત્રીઓ કરતા ઘણું નીચૂ છે.

સ્ત્રીઓ પર થતા હતાશાના મુખ્ય કારણો.. ભારતમાં રહેલી મહિલાઓનું જીવન  એવું  છે કે તેમને ડિપ્રેસનનું જોખમ ખુબ વધુ હોય છે. જોકે સમય જતાં હવે પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, મોટાભાગ ની મહિલાઓ તેમના પગ પર ઉભી થઇ છે, તેથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે, તેમ છતાં તેમનામાં નિરાશ થવાનું જોખમ વધારે છે. માસિક સ્રાવને લઈને સમાજમાં મોટા ભાગમાં કોઈ  મન ખોલીને વાત થઈ નથી.

તેનાથી સંબંધિત તમામ સમસ્યાઓ છોકરી અથવા સ્ત્રીઓ ને સામનો કરવો પડતો હોય છે.આથી તે જ ચિંતા અને હતાશાથી ઘેરાયેલી રહે  છે. આ સ્થિતિ તેમને શારીરિક તેમજ ભાવનાત્મક રીતે નબળી પણ પાડે છે. અને તેના લીધે તેઓ ચીડિયાપણું અને થાક અનુભવે છે. જેમાં લગ્ન ને લઈને યુવતીઓ માં ઘણી ચિંતાઓ હોય છે.

લગ્ન પછી તેમનું જીવન કેવું રહેશે તે વિચારીને તે ખુબ ડિપ્રેશનમાં આવી જાય છે. સામાન્ય રીતે સાસરિયાઓની ખરાબ વર્તનના સમાચાર તેમના મગજમાં ભયભીત થઈ જાય છે. તેથી કેટલીક છોકરીઓ તેમના પતિ અને નવા પરિવાર પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે, જે પુરી થતી નથી તો હતાશ થઈ જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના મનમાં વિવિધ પ્રકારનાં વિચારો આવે છે અને તે ડિપ્રેશનમાં જાય છે. આ જ કારણ છે કે સગર્ભાવસ્થા દરમિયાન કેટલીક વાર સ્ત્રીઓ બેહોશ થઈ જાય છે. આવી જ સ્થિતિ ડિલિવરી દરમિયાન પણ જોવા મળે છે.

જે સ્ત્રીઓમાં મેદસ્વીપણા અને અન્ય રોગો હોય છે, તેમને વધુ જોખમ રહેલું છે. માતા બન્યા પછીના પ્રારંભિક અઠવાડિયામાં સ્ત્રીઓ લાગણીઓના રોલર કોસ્ટર થી પસાર થાય છે. તેને બેબી બ્લૂઝ કહે છે. તે ડિપ્રેશનનું એક સ્વરૂપ છે જે લાંબા સમય સુધી રહે છે.

તે કામ કરતી સ્ત્રીઓમાં ઓછી અને ગૃહિણીઓમાં વધુ જોવા મળે છે. મહિલાઓ હતાશ રહે છે. તેઓ નિંદ્રા ઓછી થઈ જાય છે. હંમેશાં થાકેલી રહે છે.આવી મહિલાઓ જ આત્મહત્યા વધુ કરે છે.તેથી કોઈ પણ સ્ત્રીઓને હતાશ અને તણાવમાં ન રહેવું જોઈએ.

 

Leave a Comment