સારા સ્વાસ્થ્ય માટે યોગ અને કસરત આવશ્યક છે. સ્વાસ્થ્યવર્ધક આહાર લીધા પછી એના સારા પાચન માટે કસરત પણ જરૂરી છે.
હાલના સમયમાં વ્યક્તિ પાસે કસરત માટેના અનેક સાધનો ઉપલબ્ધ છે. જેની મદદથી માણસ પોતાના કાર્યશીલ રાખી શકે છે. સૌથી વધુ કોઈ કસરતને પસંદ કરવામાં આવતી હોય તો તે ચાલવાનું છે.
જોગિંગ કે મોર્નિંગવોક ના નામથી ઓળખાતી ઝડપથી ચાલવાની પદ્ધતિ આજના સમયમાં બધા ની પસંદ ની કસરત છે. જેના વિશે ઘણી બધી માન્યતાઓ છે. જેના કારણે ઘણી બધી ગૂંચવણો પણ ઉભી થતી હોય છે.
એમાંની જ એક સામાન્ય માન્યતા છે કે રોજ કેટલું ચાલવું જોઈએ ? એનો જવાબ છે દશ હજાર પગલા. દશ હજાર પગલાં ચાલવાની આ માન્યતા એ છેલ્લા 6 દશક થી વિશ્વના ફિટનેશ પ્રત્યે જાગૃત લોકો પર કબજો જમાવ્યો છે. પરંતુ વાસ્તવિક રીતે તો એમાં દૂર દૂર સુધી એમાં કોઈ સચ્ચાઈ નથી.
આ માન્યતા ક્યાંથી ઉત્પન્ન થઇ ? :- રોજિંદા જીવનમાં ચાલવાનું મહત્વ ખૂબ જરૂરી છે. નિયમિત રીતે રોજ 10, 000 પગલાં ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે. આ માન્યતા ની શરૂઆત જાપાનમાં થઈ હતી.
હાર્વર્ડની ટી.એચ.ચાન સ્કૂલ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. આઈ મીન લીએ સ્વાનુભવ થી આ માન્યતાનું સંશોધન કર્યું હતું.
પ્રોફેસર મીનના જણાવ્યા પ્રમાણે દશ હજાર પગલાં ચાલવાની પ્રથા 1960 માં જાપાનમાં શરૂ થઈ હતી. 1964 માં જાપાનના ટોકિયો ખાતે જ્યારે ઓલમ્પિક ગેમ્સ યોજવામાં આવી ત્યાર પછી આખા દેશમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકો જાગૃત બન્યા.
એ તકનો લાભ લઈને જાપાનની ઘડિયાળ બનાવતી એક કંપનીએ ખૂબ મોટા પ્રમાણમાં ઓડોમીટર બનાવવાનું શરૂ કર્યું. આ કંપનીએ ઓડોમીટર ને એક અલગ રીતે ડિઝાઈન કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ તેને પહેરી ને ચાલે ત્યારે એમાં ડિજિટલ આકૃતિ સાથે ચાલતી દેખાઈ.
એ સિવાય કંપની ના નામ નો અર્થ પણ જાપાની ભાષામાં દશ હજાર થતો હતો. આ બધાને કારણે ફિટનેસ જગતમાં દશ હજાર પગલાં ચાલવાની માન્યતા કાયમ થઈ ગઈ. સમય જતા એ આખા વિશ્વમાં કાયમ બની.
10,000 પગલાં ચલવાની માન્યતા ભારતમાં –ચાલવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. ભારતના પણ આ માન્યતા પ્રસિધ્ધ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસર જણાવ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ 10,000 પગલાં ચાલવું હિતાવહ છે.
ચાલવાના ફાયદા એ શરીરની બનાવટ પર આધાર રાખે છે. દરેક મનુષ્યની રહેણીકરણી, આદતો અને શારીરિક ગતિવિધિમાં ઘણું બધું અંતર જોવા મળે છે.
10,000 પગલાં શુ ખરેખર લાભદાયી છે ? :- 2019 માં ડૉ મીન લી અને એના સહાયકો એ કરેલા પ્રયોગમાં જાણવા મળ્યું કે એક મહિલાની ઉંમર 70 વર્ષ કરતાં વધુ છે.
જો તે રોજના 4400 પગલા ચાલે, અને અન્ય બીજી સ્ત્રી રોજના 2700 પગલાં ચાલે તો એના કરતા પહેલી સ્ત્રીના મૃત્યુની શક્યતા ઘણી ઘટી જાય છે.
જે મહિલાઓ માત્ર પાંચ હજાર પગલે ચાલતી હોય તે અન્ય મહિલાઓ જ ઓછું ચાલતી હોય એના કરતા પાંચ હજાર પગલાં ચાલવાવાળી મહિલાની મૃત્યુની સંભાવના ઘટી જાય છે.
શું રોજ 10,000 પગલાં ચાલવું શક્ય છે ? :- રોજ 10,000 પગલા દરેક વ્યક્તિ માટે ચાલવું શક્ય નથી. એક ચડ્ડી માં વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે કેનેડામાં અને અમેરિકામાં લોકો રોજીંદા પાંચ હજારથી પણ ઓછા પગલા ચાલે છે.
એ પ્રયોગ એક પ્રયોગમાં 660 લોકોને એક વર્ષ સુધી રોજનું દશ હજાર પગલાં નું લક્ષ્ય આપવામાં આવ્યુ હતું. વર્ષના અંતમાં જ્યારે રિપોર્ટ સામે આવ્યો ત્યારે 8% લોકો દશ હજાર પગલાં ચાલવામાં સફળ રહ્યા હતા.
ચાલવું એ સંપૂર્ણ કસરત નથી –અમેરિકાની અન્ય દેશો કસોટી ગણતરી માટે આંકડા કરતાં સમય પર વધુ ધ્યાન આપે છે. દુનિયા ફિટનેસ એક્સપર્ટ ચાલવાને સંપૂર્ણ કસરત કરતા નથી.
પરંતુ જો તમે અન્ય કસરત કરવા સક્ષમ ન હોય તો રોજના સાત હજાર, આઠ હજાર પગલાં ચાલીને બીમારી થી રક્ષણ મેળવી શકાય છે.