જાણો ભારતના આ ૫ અનોખા રેલ્વે સ્ટેશન વિશે, તેના વિશે જાણીને તમને થશે આશ્રય…

ભારતના સૌથી અલગ રેલવે સ્ટેશનોમાં નવાપુર સૌથી અલગ અને ટોચ પર આવે છે. રેલવે સ્ટેશનને બે અલગ-અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કારણ કે, આ સ્ટેશન નો એક ભાગ મહારાષ્ટ્રમાં અને બીજો ભાગ ગુજરાતમાં છે.

જ્યાં પ્લેટફોર્મ થી લઈને બેંચ સુધી દરેક વસ્તુ પર ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્ય નું નામ રાખવામાં આવેલું છે. ઉપરાંત સ્ટેશન પર ચાર ભાષાઓમાં અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, હિન્દી જાહેરાત કરવામાં આવે છે.

શું તમે ક્યારેક નામ વગરના રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું છે? જેનું નામ નથી છતાં પણ સંપૂર્ણ રીતે કાર્યરત છે. જે પશ્ચિમ બંગાળના વર્ધમાન થી 35 કિલોમીટર દૂર બાકુંરા મસગ્રામ રેલવે લાઇન પર આવેલું છે.

જેનું કોઈ નામ નથી જે 2008માં બનાવવામાં આવ્યું હતું. જેને રાયનગર નામ આપવામાં આવ્યું હતું પરંતુ, રૈના ગામના લોકોને આ નામ ગમ્યું નહોતું. માટે તેમણે રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે રેલવે બોર્ડ માં ફરિયાદ કરી હતી.

જેનાબાદ રેલવે સ્ટેશનનું રાયગઢ નામ હટાવવામાં આવ્યું હતું. ત્યારથી આ રેલવે સ્ટેશન નું કોઈ નામ નથી.

બીજું પણ એક એવું જ સ્ટેશન છે જે નામ વગર કાર્યરત છે. જ્યાંથી ઝારખંડની રાજધાની રાંચીથી તોરી જતી ટ્રેન પસાર થાય છે. જે કોઈપણ પ્રકારનું સાઈન બોર્ડ જોવા મળતું નથી. આ રેલ્વે સ્ટેશન સૌપ્રથમવાર સંચાલન 2011માં કરવામાં આવ્યુ હતું.

એ સમયે રેલવે તેને બડકી ચાંપી નામ આપવાનું વિચાર્યું હતું. પરંતુ કમલે ગામના લોકોના વિરોધ બાદ આ સ્ટેશન પણ અનામી જ રહ્યું.

ગામના લોકોનું કહેવું હતું કે આ સ્ટેશન બનાવવા માટે પોતાના ગામની જમીન અને મજૂરો રોકવામાં આવ્યા હતા. માટે આનું નામ કમલે સ્ટેશન હોવું જોઈએ. આ વિવાદ પછી સ્ટેશનને કોઈ નામ મળ્યું નથી.

બીજા એક અનોખા રેલવે સ્ટેશનમાં અટારીનું સ્ટેશન સામેલ થાય છે. જે ભારત પાકિસ્તાનની સરહદ પર સ્થિત હોવાથી વિઝા વગર જવાની મનાઈ છે.

સુરક્ષાદળો દ્વારા આ સ્ટેશન પર ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવે છે. માટે જો કોઈ વિઝા વગર પકડાય તો એના પર 14 ફોરેન એક્ટ હેઠળ કેસ કરાય છે. જેને સજા પણ થઈ શકે છે.

દિલ્હી અને મુંબઇ રેલવે લાઈન પર આવેલું ભવાની મંડી રેલવે સ્ટેશન મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે અલગ અલગ રાજ્ય સાથે જોડાણ ધરાવે છે.

જેના કારણે ભવાની મંડીમાં રોકાતી ટ્રેનનું એન્જિન રાજસ્થાનમાં હોય ત્યારે તેના કોચ મધ્યપ્રદેશની જમીનમાં પાર્ક કરાય છે. ભવાની મંડી સ્ટેશનના એચડી રાજસ્થાન નું નામ જ્યારે બીજે છેડે મધ્ય પ્રદેશ નું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

બે રાજ્યોમાં વહેંચાયેલું હોવાના કારણે સ્ટેશન ની ગણતરી સૌથી અનોખા રેલવે સ્ટેશનમાં થાય છે.

Leave a Comment