આફિયા સિદ્દીકીને ‘લેડી અલ-કાયદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પાકિસ્તાની નાગરિક છે જેને ન્યૂયોર્ક સિટી ફેડરલ કોર્ટ દ્વારા 2010 માં યુએસ સૈન્ય કર્મચારીઓને મારવાના પ્રયાસ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
અમેરિકાના ટેક્સાસ સ્થિત સિનાગોગમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા યહૂદીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. જો કે, તે તમામને કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તમામ સુરક્ષિત છે. પરંતુ આ ઘટનાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
યહૂદીઓને બંધક બનાવવા પાછળનો હેતુ ટેક્સાસ જેલમાં બંધ પાકિસ્તાનની આફિયા સિદ્દીકીને છોડાવવાનો હતો. જે નિષ્ફળ ગયા. ચાલો તમને જણાવીએ કે કોણ છે આફિયા સિદ્દીકી?
આફિયા સિદ્દીકી પાકિસ્તાની વૈજ્ઞાનિક છે. આફિયા સિદ્દીકીએ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ન્યુરોસાયન્સમાં પીએચડી કર્યું છે. આફિયા પર અલ-કાયદા સાથે સંબંધ હોવાનો આરોપ છે. તેથી જ તેને લેડી અલ કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકન સૈનિકોને મારવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ન્યૂયોર્કની કોર્ટના નિર્ણય બાદ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ આફિયા અમેરિકામાં 86 વર્ષની સજા ભોગવી રહી છે. આ ઉપરાંત આફિયા પર અમેરિકી જાસૂસી એજન્ટ, અફઘાનિસ્તાનમાં સૈનિક અને અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
વર્ષ 2018 માં, આફિયા સિદ્દીકી ત્યારે ચર્ચામાં આવી જ્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન અને અમેરિકાએ ડીલ કરી છે કે ડૉ. શકીલ અહેમદના બદલામાં આફિયા સિદ્દીકીને પરત કરવામાં આવશે.
ડૉ. શકીલ અહેમદે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને મારવામાં મદદ કરી હતી. 2003માં જ્યારે આતંકવાદી ખાલિદ શેખ મોહમ્મદે એફબીઆઈને તેના વિશે સંકેતો આપ્યા ત્યારે જ તેનું નામ આતંકવાદી ગતિવિધિઓમાં સામે આવ્યું હતું.
આ પછી ડો.આફિયાની અફઘાનિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં, તેણે બગ્રામ જેલમાં એફબીઆઈ અધિકારીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને યુએસ મોકલવામાં આવ્યો.