જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલામાં આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદ સંગઠનને નાશ, એક અધિકારી સહિદ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં બે દિવસ પહેલા થયેલા હુમલામાં આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદ સંગઠનને નાશ કરવામાં આવ્યો છે અને સુરક્ષાકર્મીઓ દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. તેમજ આ લડાઈમાં સીઆઈએસએફના એક અધિકારી સહિદ થઈ ગયા છે. અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ જ વધુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટ થતાં જોવા મળ્યો છે.


આતંકીઓ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા: 
જમ્મુમાં શુક્રવારના દિવસે આપણા જવાનો ઉપર ખૂબ જ મોટો હુમલો થયો. મીડિયા રિપોર્ટ અનુસાર ઘાતક હથિયારો દ્વારા આપણા જવાનો ઉપર જેસે મોહમ્મદ ના સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

 

ભારતીય જવાનોએ ફરી કરી બતાવ્યું:  સીઆઈએસએફના ડીઆઈજી મુખ્ય અનિલ પાંડે કહ્યું ઘટના સ્થળ ઉપર સીઆઈએસએફના જવાનોએ તરત જ કાર્યવાહી કરી હતી અને તાત્કાલિક ધોરણે હુમલાનો જવાબ આપ્યો હતો જેના કારણે આતંકવાદીના એરીયામાં રહેલા કેટલાક લોકો ત્યાં ને ત્યાં માર્યા ગયા હતા. જો આ લોકો ઉપર હુમલો કરવામાં નહીં આવ્યો હોત તો તે ભારતમાં આવીને ખૂબ જ નુકસાન કરવાના ઈરાદા માં હતા.

 

હુમલામાં માર્યા ગયા બે આતંકવાદી:  સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલા હુમલામાં બે આતંકવાદીઓને ઘટના સ્થળ ઉપર જ મારી નાખવામાં આવ્યા છે તેમજ એક અધિકારીએ જણાવ્યું છે કે બસમાં સવારે 15 સીઆઈએસએફના જવાનો પોતાની નોકરી કરીને ઘરે જતા હતા તે સમયે અચાનક જ બોમ્બ અને ગોળીબાર શરૂ કરવામાં આવી. ત્યારે બસ ડ્રાઈવર ઘટનાસ્થળ ઉપર થી ભાગી ગયો હતો પરંતુ ભારત સરકારની આર્મીએ પરિસ્થિતિને સારી રીતે સંભાળી લીધી હતી.

 

આ સીઆઇએસએફ ના જવાન નું મૃત્યુ થયું:  આ હુમલો ખૂબ જ ગંભીર હતું તેમજ ઉપ નિરીક્ષક એસ પી પટેલ જે 58 વર્ષે શહીદ થઈ ગયા છે તેમજ કેટલાક લોકો ઘટના સ્થળ પર ઘાયલ થયા છે. આ પટેલ મધ્યપ્રદેશ ના રહેવાસી હતા.

Leave a Comment