મકરપુરા ખાતે કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂકતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મકરપુરા ખાતે પ્રતિષ્ઠિત કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

11 વર્ષ પહેલાં લગ્ન કરનાર પતિની મરજી મુજબ પાતળા થવા પત્નીએ જિમ ચાલુ કર્યું હતું, તો પતિએ ફી વધારે છે તેમ કહી તે છોડાવી દીધુ હતું.

પતિ કાયમ કહેતો ‘મને તારામાં રસ નથી’
કૃતિ પંડ્યા (નામ બદલ્યું છે)ના લગ્ન 2011માં સમાજની ચોપડીમાંથી પસંદ કરાયેલા અખિલેશ જોષી સાથે થયા હતા. લગ્નના એક સપ્તાહ સુધી કૃતિનો ઘર સંસાર ખૂબ વ્યસ્થિત ચાલ્યો હતો.

શરૂઆતમાં અખિલેશ કૃતિ સાથે સારો વ્યવહાર કરતો હતો, પણ સમય જતાં વ્યવહારમાં બદલાવ આવ્યો હતો. કૃતિ જાડી હોવાને કારણે તે કહેતો હતો કે, મને તારામાં રસ નથી, મને તો પાતળી છોકરીઓ જ ગમે છે.

જિમ જોઇન કરીને ઘટાડ્યું વજન – પતિને ખુશ કરવા અને વજન ઘટાડવા કૃતિએ જિમ જોઈન કર્યું હતું. જિમ જોડાયા બાદ તેનું વજન પણ ઓછું થયું હતું. જોકે જિમની ફી વધતાં અખિલેશે જિમ પણ બંધ કરાવી દીધું હતું,

જેથી કૃતિએ ઘરે કસરત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કૃતિ ગર્ભવતી થઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન પણ અખિલેશ કૃતિ ને હૂંફ અને સાથ આપવાને બદલે માનસિક ત્રાસ આપીને હેરાન કરતો હતો.

વજન વધતાં છૂટાછેડાની ધમકી આપતો – દીકરીના જન્મ પછી કૃતિનું વજન ફરી વધતાં અખિલેશ તેને અવાર-નવાર મ્હેણા-ટોણા માર્યા કરતો હતો. ઘરવાળાની સમજાવટથી પણ અખિલેશ પર કંઈ ફરક પડતો નહોતો.

તે કૃતિ ને માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અખિલેશ વાંરવાર કૃતિ ને છૂટાછેડાની ધમકી આપતો રહેતો. જેથી કૃતિ એ કંટાળીને અખિલેશ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મેણાં-ટોણાં મારીને, હેરાન કરીને કાઢી મૂકી: – પત્ની સ્કૂટર શીખતી વેળા કૃતિના પગમાં ફેક્ચર થયું હતું. ત્યારે તું કેમ ઘરડા જેવું જીવન જીવે છે, એવા મ્હેણા મારી હેરાન કરી કાઢી મૂકી હતી. સસરાના સમજાવવાથી તે પરત ફરી હતી.

અખિલેશે ખુલાસો કર્યો કે, તું મને નથી ગમતી, મને પાતળી છોકરી ગમે છે. આથી કૃતિ પાછી પિયર ચાલી ગઈ હતી. પછી કૃતિને જાણ થઈ કે અખિલેશના કાજલ નામની છોકરી સાથે સંબંધ છે, આ વાત નો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

Leave a Comment