બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ ના મામલામાં કનેક્શન જોડાયેલું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીએ પણ જેકલીનની પૂછપરછ કરી હતી.શ્રીલંકન બ્યુટી તરીકે ઓળખાતી જેક્લીનનું નામ પહેલા પણ વિવાદમાં રહ્યું છે. તો ચાલો જાણીએ જેક્લીનના ચર્ચામાં રહેલા વિવાદો અને તેના વિશે કેટલીક રસપ્રદ વાતો
2009 માં ફિલ્મ અલાદીનથી બોલીવુડમાં પ્રવેશ કરનાર જેકલીન શ્રીલંકાની અભિનેત્રી મોડેલ રહી ચુકી છે. જેકલીન ભલે તેના અભિનયથી દર્શકોને પ્રભાવિત ન કરી શકી પણ તેની સુંદરતા પહેલા દિવસથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી. જેકલીન 2006 માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ જીતી ચુકી છે.
અલાદીન પછી જેકલીને મર્ડર 2 માં પોતાના બોલ્ડ લુકથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ તેની પ્રથમ સફળતા હતી. આ પછી તેણે હાઉસફુલ 2, રેસ 2, કિક, જુડવા 2 વગેરેમાં કામ કર્યું છે. સલમાન ખાન સાથેની ફિલ્મ કિક જેકલીન માટે લકી સાબિત થઇ છે. હા, અભિનેત્રી ને ઓળખ પહેલીથી જ મળી હતી પરંતુ કિકમાં સલમાન સાથે તેની રોમેન્ટિક કેમિસ્ટ્રીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.
કિક ફિલ્મના પ્રમોશન દરમિયાન જેકલીને સલમાન ખાનના ગાલ પર કિસ કરી હતી. આ એક કિસ એ જેકલીન અને સલમાનના અફેરની ખબરોને વેગ આપ્યો હતો. અને એવી પણ ખબરો હતી કે જેકલીન અભિનેતા સાથે સલમાનની બહેનના ઘરમાં રહેતી હતી. આજે પણ બનેના અફેરને લઈને ફફડાટ ચાલુ છે.
વર્ષ 2008 માં જેકલીન નું નામ રોયલ પરિવારના રાજકુમાર રશીદ અલ-ખલીફા ની સાથે ડેટિંગ ને લઈને સામે આવ્યું હતું. આ બંનેના ડેટિંગના ખબરો ખુબ ચાલી હતી. 3 વર્ષ સુધી રીલેશનશીપમાં રહ્યા બાદ બંનેના અલગ થવાના સમાચાર આવ્યા.
આ પછી, જેકલીન ડાયરેક્ટર સાજિદ ખાન સાથે પણ રોમેન્ટિક રીલેશનમાં હતી. સાજિદ ની સાથે જેકલીનનો સંબધ એટલો સીરીયસ હતો કે બંને જલ્દી લગ્ન કરી શકશે. પરંતુ તેમના સંબધો 2013માં જ પુરા થઇ ગયા.
અભિનેત્રી એકવાર ડાન્સ ક્લબમાં અજાણ્યા ચહેરા સાથે જોવા મળી હતી. અહેવાલો અનુસાર,આ વ્યક્તિએ જેકલીન ને મુંબઈના પોશ વિસ્તારમાં 3BHK એપાર્ટમેન્ટ ભેટમાં આપ્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર, આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રશીદ અલ-ખલીફા છે.
તે હમેશા પ્રાણીઓના હિત માટે અવાજ ઉઠાવતી રહી છે. તેમણે મુંબઈના મેયર સાથે પણ મુલાકાત કરી હતી અને ઘોડાગાડીનો બહિષ્કાર કરવાની વિનંતી કરી હતી. તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જેક્લીનનું ટોપલેસ ફોટોશુટ પણ હેડલાઈન્સમાં રહ્યું છે.સોફા પર પોઝ આપતી અભિનેત્રીનું આ ફોટોશુટ ખુબ જ ગ્લેમરસ હતું. આ પછી, જેકલીન ઘણી વખત ટોપલેસ દેખાઈ. થોડા મહિના પહેલા સમાચાર આવ્યા કે જેકલીને પ્રિયંકા ચોપરાનું જુહુમાં વૈભવી ઘર ભાડે લીધું છે. રિપોર્ટ અનુસાર જેકલીને પ્રિયંકાનું આ ઘર 6.78 લાખ રૂપિયામાં ૩ વર્ષ માટે ભાડે લીધું છે.