મલાઈકા અરોરા આજે બોલિવૂડમાં નામચીન વ્યક્તિ બની ચૂકી છે. મલાઈકા અરોડા થોડા દિવસ પહેલા અકસ્માતના કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. તેમજ મલાઈકા ને થોડા સમય માટે ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હતું. અને તે અત્યારે ફરીથી કામ કરવા લાગી ગઈ છે. મલાઈકા અરોરા થોડા સમય પહેલા એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જે પોતાના લુક થી સોશિયલ મીડિયા માં ખૂબ વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયામાં શેર કર્યા પોતાના ફોટા: અકસ્માત બાદ જ એક ઇવેન્ટમાં જઈ રહી હતી. ત્યારે તેને પોતાનો ફોટો શેર કર્યો અને નીચે લખ્યું હતું હું પાછી આવી…
અક્સ્માત બાદ મલાઈકા અરોરા જણાવી પોતાની વાત: અકસ્માતના થોડા સમય બાદ સોશિયલ મીડિયા સાથે વાતચીત કરતાં મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને હું વધુ સમય યાદ રાખવા માંગતી નથી. તેમજ આ ઘટનાએ મારા જીવનમાં ખૂબ જ અસર કરી છે. અને મારા શરીરમાંથી ખૂબ જ લોહી નીકળી ગયું હતું. અને થોડા સમય માટે આંખ આગર અંધારું
આવી લાગ્યુ હતું.
આ અકસ્માતના કારણે ગંભીર ઇજા થઇ હતી: મલાઈકા અરોરા ની ઉંમર ૪૮ વર્ષ થઈ ચૂકી છે. 2 એપ્રિલના રોજ મુંબઈ અને પુણે હાઇવે ઉપર તેમનો ગંભીર અકસ્માત થયું હતો. ત્યારબાદ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા ના નજીકના મિત્રે મીડિયા સામે ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે તેમને માથામાં ટાંકા આવ્યા છે પરંતુ કોઇ ગંભીર ઇજા થઇ નથી. આ અકસ્માત મલાઈકા અરોરા ખૂબ જ ડરી ગઈ હતી. વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેવી રીતે સર્જાય આ અકસ્માત: મલાઈકા અરોરા એક ઇવેન્ટ માં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યાંથી પાછા ફરતી સમયે તેને ગંભીર અકસ્માત નડયો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડ્રાઈવરે પોતાનો કંટ્રોલ ગાડી પરથી ગુમાવી દીધો હતો. અને અકસ્માત સર્જાયું હતું. મુંબઈ-પુણે હાઈ-વે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે મલાઈકા અરોરાની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી