ITBP ના જવાનોએ ગીત ગાઈને આપી બપ્પી દાને શ્રદ્ધાંજલિ, જવાનનું ગીત સાંભળીને તમે પણ દંગ રહી જશો

એક રિપોર્ટ પ્રમાણે બપ્પી લહેરી છેલ્લા એક વર્ષથી ઓબસ્ટ્રક્ટિલ સ્લીપ એપનિયા અને છાતીમાં ઈન્ફેક્શનથીની સમસ્યાથી પણ પીડાઈ રહ્યાં હતાં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બીમારી જ તેમના મૃત્યુનું કારણ બની છે. હવે તેમના નિધનના સમાચારથી આખો દેશ ફરી એકવાર આઘાતમાં છે.

લોકો તેમની આગવી શૈલીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ITBPના એક કોન્સ્ટેબલે પણ તેમને સંપૂર્ણપણે આગવી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

જવાને પ્રખ્યાત ગીત ‘દિલ મેં હો તુમ’ ગાઈને બપ્પી દાને અંતિમ વિદાય આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જવાનનું ગીત સાંભળીને તમે પણ દંગ રહી જશો – ITBP સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જવાન ગાતો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘દિલ મેં હો તુમ…

ITBP કોન્સ્ટેબલ સોવન બેનર્જી મહાન સંગીત નિર્દેશક, સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીને આગવી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે’. 4 મિનિટ 15 સેકન્ડનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સાથે જ લોકો આ જવાનના અવાજ પર વિશ્વાસ દાખવી રહ્યા છે.

લતા મંગેશકરને અપાઈ હતી અનોખી શ્રદ્ધાંજલિ- આ પહેલા લતા મંગેશકરના નિધન પર પણ ITBP એ ના એક જવાન દ્વારા એમના પ્રખ્યાત ગીત પર સેક્સોફોન વગાડીને એક આગવી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ જવાનું નામ મુઝમ્મલ હક હતું. તે ITBP ના કોન્સ્ટેબલ તરીકે પણ કામ કરતો હતો.

Leave a Comment